Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈન દર્શનનાં મનોવૈજ્ઞાનિક તથ્યો
(જૈન દર્શનના અભ્યાસુ, જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનમુંબઈ ‘મંગલયાત્રા' સાથે સંકળાયેલા છે.)
જ્ઞાનધારા
GOTAS
જગતને જીતવું સહેલું છે. પણ મનને જીતવું દુષ્કર છે માણસ સંસાર છોડીને સાધુત્વ સ્વીકારી લે તો પણ મન તેનો પીછો છોડતું નથી. માણસનું મન જ તેના જીવનનું કેન્દ્રબિંદુ છે ને એ બિંદુમાંથી જ માણસના જીવનવિકાસની પરિક્રમા શરૂ થાય છે.
જગતભરના મનોવૈજ્ઞાનિકોએ પણ મનના પ્રભાવ વિશે ઘણી ગંભીર ને ગહન વાતો કરી છે જે આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ક્રિયાઓ મન દ્વારા જ થાય છે ને તેના વિશે કેટલીક જાણીતી કહેવતો છે. મન વગર માળવે ન જવાય, જેવી મતિ તેવી ગતિ, જેણે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.
શ્રીમતી ભારતી ભગુભાઈ શાહ
જેવું મન તેવો વિચાર. જેવું અન્ન તેવું મન પરંતુ જૈનદર્શનમાં આનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ કેવું ને કેવી રીતે મહત્ત્વ છે? જૈનદર્શન શું કહે છે? તેનો આપણે અહીં વિચાર કરીએ. અનંતકાળની યાત્રાઓ પૂર્ણ કર્યા બાદ, વર્તમાન ભવે બહુ પુણ્યકેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો છે માનવજન્મની આ ઉત્તમ કક્ષા જ જીવન સૃષ્ટિમાંનું એક સર્જન છે. જે તમામ રીતે સક્ષમ છે. અદ્ભુત મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ છે. ત્યારે સમગ્ર જીવ સૃષ્ટિમાં માત્ર મનુષ્ય જ એક એવો જીવ છે જે પોતાની જાતને ઓળખી શકે છે ને પોતાની વિવેક ચેતનાને આધારે મનને જાગૃત રાખી શકે છે જે વિચારો કે વૃત્તિ આપણાં મનમાં ઊભી થાય છે તેવી જ પ્રવૃત્તિ ને એ મુજબનું કાર્ય આપણે શરીર દ્વારા કરીએ છીએ. શરીર અને આત્મા એ બે વિભિન્ન છે છતાં પણ બંને એકબીજાનાં સંપૂર્ણ પુરક થઈને કાર્યો કરે છે
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
૧૮૦
For Private & Personal Use Only
www.jainelibrary.org