Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આમાં ફરક શું છે?
આ પ્રશ્નનું મૂળ એ હતું કે, માતા-પિતાએ કયારેય સંતાનોને જૈન ધર્મ શું છે? જેને ધર્મનું મૂળ શું છે? જૈન ધર્મની ગરિમા શું છે? જૈન ધર્મનો ઇતિહાસ શું છે? જેને ધર્મનું તત્ત્વજ્ઞાન શું છે? અરે! નવકાર શું છે? એ પણ સમજાવ્યું નથી.
આ એક કુટુંબની વાત નથી. આવા ૨૫ કુટુંબમાં મેં આ જ પરિસ્થિતિ જોઈ અને એક દિવસ મેં આખુંય પર્યુષણ પ્રવચન આ વિષય ઉપર આપ્યું.
એક વાત યાદ આવી ગઈ. એક સમયે ત્રણ છોકરીઓ લંડનની કોલેજમાં વાત કરતી હતી. એકે પૂછ્યું, તું કોની સાથે લગ્ન કરીશ. તો કહે જેણે સૌથી મોટી ભેટ આપી છે તેની સાથે લગ્ન કરીશ.
કહેવાનો મતલબ તમે પહેલાં Gift આપો, પછી તેને ભોળવી લો અને પછી તેને આખેઆખી બદલી નાખો.
આ આપણી વાસ્તવિક પરિસ્થિતિ છે.
હું એમ માનું છું, જે માણસ વાસ્તવને જોતો નથી. એ ધર્મની કોઈ વાત કરી શકે જ નહીં. અને એટલે જ આજે યુવાનો ધર્મથી વિમુખ થયા છે. આ પ્રદીપ જેવા છોકરાઓ આપણી પાસે બહુ ઓછા છે. એક દિવસ એક યુવાનનો પત્ર આવ્યો. પત્રની શરૂઆતમાં તેણે લખ્યું હતું કે, પરમાત્માની અસીમ કૃપાને કારણે હું B.A.માં First class First આવ્યો અને આખી યુનિવર્સિટીમાં મારું નામ થયું અને મિત્રો સાથે સરસ મઝાની Party થઈ.
બીજા પેરેગ્રાફમાં તેણે લખ્યું હતું, પછી મેં નોકરીની શોધ કરી. ઘણી જગ્યાએ ફર્યો, પણ નોકરી મળતી નથી. મુશ્કેલી પારાવાર છે. વારંવાર ઠોકરો ખાવી પડે છે અને છતાં પણ નોકરી મળતી નથી. જુઓને! કેટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. કેવી પરિસ્થિતિ આવી ગઈ છે, કાંઈ સમજાતું નથી. હવે શું કરવું?
ત્રીજો પેરેગ્રાફ! ક્યાં છે ભગવાન? કયાં છે પરમાત્મા? મારે એને
શળધારા
૨૦૨
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org