Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
બરાબર બંધ કરીને લાવ્યા. પણ ભારતવાળા ખુલ્લાં લાવ્યાં એટલે આખી સભા ઊભી થઈ ગઈ! અરે! કંઈક તો વિચારો... આ દેડકાંઓ બહાર પડશે અને અમારી સરસ મજાની Carpet બગડી જશે.!
ભારતના લોકોએ કહ્યું, તમે જરા પણ ચિંતા ન કરો. અમારે ત્યાં જ્યારે કોઈ માણસ ઊંચે જતો હોય છે, ત્યારે નીચેવાળો પગ ખેંચતો જ હોય છે. એક પણ દેડકો પડશે નહીં.! તમે કલ્પના કરો! આપણા જેને સામાયિકો વાંચું છું ત્યારે બહુ જ દુઃખ થાય!
કોઈ ભેખધારી મળે, કોઈ માણસ સત્યનો અવાજ બુલંદ કરે... બાકી તમને જે મળશે તે મોટે ભાગે રૂઢિચુસ્ત, ગતાનુગતિક અને એકાંત આગ્રહવાદી જ મળશે! અને આ જ કારણથી આપણે ધર્મથી બહુ દૂર થઈ ગયાં, પછી આપણે યુવાનને કેવી રીતે કહી શકીએ કે તું ધર્માભિમુખ થા. જ્યારે આપણે જ ધર્માભિમુખ નથી!
કાપરા નામના ચિંતકે બહુ સરસ લખ્યું છે, “જ્યાં ઝગડો હોય ત્યાં ધર્મ ન હોય!'
તો ત્યાં શું હોય?
કાપરા કહે છે, જ્યાં ઝગડો હોય ત્યાં ધર્મ ન હોય, પણ ત્યાં ધર્મનું શબ હોય! જગતનાં મોટા વિદ્વાન એવા કાપરા કહે છે, તે માટે જ આપણે આપણી જાતને વારંવાર પૂછવું જોઈએ કે, આપણે ધર્મસભામાં કે ધર્મયાત્રામાં બેઠાં છીએ કે શબયાત્રામાં?
આ ભલે કાપરાનો સવાલ છે, પણ આપણે પણ વિચારવું જોઈએ કે ધર્મ ખરેખર ગુણાનો ગુણાકાર, ભ્રમનો ભાગાકાર, બાદબાકી બુરાઈની અને સતુ કર્મનો સરવાળો કરે છે ખરો?
એકવાર પાલિતાણામાં રોપવે બનાવવો કે નહીં તેની કમિટીમાં હું હતો, હું ગયો... મને ગુજરાતનાં એક મોટા પ્રધાન એવા મુરબ્બી મળ્યાં. મને કહે, કુમારપાળ! થાકી ગયો! કેમ શું થયું? અરે! આ પાલિતાણા પર રોપવે ન બનવો જોઈએ!
બરાબર છે, ન બનવો જોઈએ!
જ્ઞાનધારા
૨૦૭
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org