Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શોધવો છે, જો મારી આવી દશા હોય તો?
તમે જુઓ! પહેલાં પેરેગ્રાફમાં જે શ્રદ્ધા હતી તે છેલ્લાં પેરેગ્રાફમાં ઊડી ગઈ!
આ આપણા યુવાનોની શ્રદ્ધા છે. માટે જ આપણું સૌથી પહેલું કામ યુવાનોમાં શ્રદ્ધા રોપવાનું છે.
આજે માનો કે, હું આ જ્ઞાનસત્રમાં આવવા માટે ગાડામાં બેસીને આવું તો કદાચ આવતા વર્ષના જ્ઞાનસત્ર સુધીમાં પહોંચી શકું.
આપણે સાધનો એનાં એ જ રાખ્યાં, પુસ્તકો એનાં એ જ રાખ્યાં, પણ યુવાન..! તો સાવ બદલાઈ જ ગયો!
આ એક મોટી ખાઈ છે અને જે જોઈને મને એમ થાય છે કે, સમાજ તેને કેમ ભરતો નથી?
આ ગુણવંતભાઈ જેવા સાહિત્યકારોને હું એટલું જ કહીશ કે આપ એવું સાહિત્ય આપો જે અમારા બાળકો હોંશે હોંશે લઈને વાંચે!
આપણી પાઠશાળાનું પુસ્તક જુઓ તો પણ પ્રાચીન હસ્તપ્રત જેવું લાગે! વરસો પહેલાં છપાયું હોય ઉપર Title મોટા અક્ષરે લખાયું હોય, એને પણ સ્પષ્ટ સમજાતું ન હોય કે આ હમણાનું પુસ્તક છે કે વરસો પહેલાનું લખાયેલું પુસ્તક છે?
તમે બાળકની સામે બે પુસ્તક મૂકો. એક આ પાઠશાળાનું પુસ્તક હોય અને એક તેની comics ની Book હોય... બાળક કયું પુસ્તક પહેલાં હાથમાં લેશે?
શીખ ધર્મે આ કામની શરૂઆત કરી. તેમણે તેમની પાઠશાળાનાં બધાં જ પુસ્તકોમાં અદ્યતનતા મૂકી દીધી.
મેં હમણાં મુંબઈમાં એક પ્રયોગ કરેલો.
પાઠશાળાનું એક જૂનું પુસ્તક આપ્યું, પેલો વિદ્યાર્થી કહે, સાહેબ! આ તો બધું મને બહુ વિચિત્ર લાગે છે.
મેં કહ્યું, ભાઈ! તને વિચિત્ર કેમ લાગે છે? મને કહે, મેં ગુરુજીએ માથે આવું કાંઈ પહેર્યું હોય તેવું જોયું જ
જ્ઞાનધારા
(૨૦૩)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org