Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પોષક પરિબળો છે.
જ્યારે જ્યારે દેશપર રાષ્ટ્રીય આપત્તિ કે આફત આવે, સાર્વભૌમત્વ અને સંરક્ષણનો પ્રશ્ન, ધરતીકંપ, પૂર, દુષ્કાળ (અતિવૃષ્ટિ – અનાવૃષ્ટિ) કે વાવાઝોડું જેવી કુદરતી આફતો વખતે દેશ અને વિદેશમાં વસતા જેનો અને જેનોની સંસ્થાઓનું ઉત્કૃષ્ટ યોગદાન હોય છે.
જૈનધર્મનો ક્ષમા અને અહિંસાનો સિદ્ધાંત કાયરતા નહિ, પણ વીરતાની પુષ્ટિ કરે છે. શત્રુના આક્રમણ સમયે દેશને, નગરને, પરિવારને કુટુંબને કે પોતાની જાતને બચાવવા માટે અન્યાયના પ્રતિકાર કરવા માટે આઝાદીની સુરક્ષા કે રાષ્ટ્રની શાંતિ માટે જે યુદ્ધ કરવામાં આવે છે તે વિરોધી હિંસા છે તે પ્રત્યાક્રમણ હિંસા અર્થાત્ આક્રમણનો વળતો જવાબ. સુરક્ષા બચાવ રૂપે જે હિંસા આચરવામાં આવે છે તે વિરોધી હિંસા છે. હિંસા સંકલ્પી, વાઈયુક્ત ન હોવી જોઇએ. વળી એ ક્ષણે કષાયના ભાવો ન હોવા જોઇએ. વિરોધી હિંસાનું લક્ષ રક્ષા બચાવના ભાગરૂપ નેતિક કે રાષ્ટ્રીય ફરજના ભાગરૂપ, અંતિમ સાધનરૂપ, દ્વેષ કે મનના વેરભાવ રહિત જ હોય છે.
રાષ્ટ્રચિંતનમાં રાષ્ટ્રના સાર્વભૌમત્વની રક્ષા, સંસ્કૃતિની રક્ષા, જળ, જમીન, જંગલોની રક્ષા, ગૌરક્ષા, પશુરક્ષા સાંસ્કૃતિક પરંપરાની વિવેકપૂર્ણ રક્ષા, તીર્થસ્થાનો, મંદિરો, મૂર્તિઓ, શિલ્પજ્ઞાન ભંડારો, પ્રાચીન તાડપત્રીય કે હસ્તપત્રોની રક્ષા, આત્મધર્મ અને સદાચારી જીવનનો માર્ગ બતાવનાર સાધુ સંત-સતીઓ, સદ્ગુરુની રક્ષા, રાષ્ટ્ર ચિંતનમાં અભિપ્રેત છે.
ભારતની તમામ દાર્શનિક પરંપરામાં રાષ્ટ્ર ચિંતનનું નિરૂપણ થયેલું છે, જે વિવેકપૂર્ણ આચરણ જ સાચી રાષ્ટ્રભક્તિ છે.
s
કાનધારા)
જ્ઞાનધારા
૧૯૪
૧૯૪)
હ નસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
| Enત્ર
-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org