Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જાણતાં કે અજાણતાં થયા હોય પણ જો સાચા હૃદયપૂર્વકથી પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તો મન પરથી ઘણો બોજ દૂર થાય છે.
આજના ઝડપી યુગમાં નાના બાળકથી શરૂ કરીને ઉંમરલાયક વ્યક્તિ સુધી દરેકને માનસિક અશાંતિ હોય છે.
બાળકોને સ્કૂલમાં લેશનનો બોજ, પરીક્ષામાં માર્કસ ઓછા આવવા, નાપાસ થવું, સ્કુલમાં વધુ પડતી શિસ્તબદ્ધતા વગેરે કારણે માનસિક તનાવ ઊભા કરતા હોય છે.
માબાપને ઘરમાં ઊંચે સાદે બોલતાં કે ઝઘડતા જોઈને ઘણીવાર બાળક હેબતાઈ જાય છે. પિતાનો અહંવાદી - સત્તાવાદી અવાજ, મારવાની ધમકી કે માર, સજા કરવાની રીત બાળકને તનાવગ્રસ્ત કરે છે.
નોકરી કરતાં સ્ત્રી-પુરુષને સમયસર પહોંચવા માટે સ્કુટર-રીક્ષા બસ પકડવી, ઓફિસમાં બોસ-અધિકારીનો ગુસ્સો, નોકરીમાં તીવ્ર હરીફાઈ, નોકરીની અનિશ્ચિતતા વગેરે બાબતો માનસિક અશાંતિ ઊભી કરે છે.
ઘરમાં રહીને સ્ત્રીગૃહિણીને ઘરની અનેકવિધ જવાબદારી જેવી કે બાળકોને તૈયાર કરવા, સમયસર સ્કૂલે મોકલવા, નિયમિત અભ્યાસ કરાવવો, પતિની બેગ વગેરે તૈયાર રાખવી અને આવકના પરિપેક્ષ્યમાં ગૃહ સંચાલન કરવું. આ બધું એક યા બીજી રીતે માનસિક તણાવ - ટેન્શન ઊભું કરે છે.
આ પ્રકારની માનસિક અશાંતિથી કેટલા શારીરિક રોગ ઉત્પન્ન થાય છે જેને મનોશારીરિક રોગ એટલે કે સાયકોસોમેટીક ડીસીઝ કહે છે. જેમાં અનેક બિમારી, હાઈપર એસીડીટી અલ્સર, સતત માથાનો દુખાવો, લોહીનું ઊંચુ દબાણ, હૃદય રોગ, ડાયાબીટીસ, શ્વસનતંત્રને લગતા રોગ, દમ, પગનો દુખાવો વગેરે આવે છે. વ્યક્તિની રોગ સામેની પ્રતિકારક શક્તિ પણ ઘટે છે.
પ્રતિક્રમણમાં સંલેખના સૂત્ર પ્રમાણે સવં પાણાઈવાય પચ્ચકખામિ - એટલે સર્વ પ્રકારની હિંસાને ત્યજું છું. હિંસા એટલે કોઈને મારવું એટલું સીમિત નથી મનથી, વેરભાવ કોઈના પ્રત્યે રાખવો એ પણ હિંસા જ છે. વેરભાવનાથી મનમાં ગુસ્સો ઉત્પન્ન થાય છે. દુશ્મનને નુકશાન પહોંચાડવા
(જ્ઞાનધારા
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org