Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રીમદ્જી કહે - કહો દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવા શુદ્ધ સાદા આહારપાન, નિવ્યસનતા ઉદ્યમ આદિથી કે તેથી વિપરિત એવા હિંસા, અસત્ય, કુસંપ, કુરતા, સ્વાર્થ પટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર અને મનને અશક્ત કરે એવા વિરૂદ્ધ આહાર-વિહાર વ્યસન, મોજશોખ, આળસ પ્રમાદ આદિથી?
મહીપતરામ - બીજાથી અર્થાત્ વિપરીત એવા હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી.
શ્રીમજી - ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટા એવા, અહિંસા, સત્ય, સંપ, નિર્ચસનતા, ઉદ્યમ આદિથી થાય?
મહીપતરામ – “હા”
શ્રીમદ્જી - ત્યારે જૈન ધર્મ દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો?
મહીપતરામે કહે - ભાઈ હું કબૂલ કરું છું કે જેનધર્મ દેશની જેથી ઉન્નતિ થાય તેવી સાધનાનો બોધ કરે છે. આવો સૂક્ષ્મ વિવેકપૂર્વક મેં કદી વિચાર કર્યો ન હતો. નાનપણમાં વિદેશીઓથી ચાલતી શાળામાં શીખતા સંસ્કાર થયેલા, તેથી વિચાર્યા વગર પૂર્વગ્રહ લખી માર્યું.
નિર્વ્યસની થઈ સદાચારી અને વતી જીવન જીવવાની મહાત્મા ગાંધીજી, સંતવિનોબાજી અને અનેક રાષ્ટ્ર સંતોએ શીખ આપી છે તે મૂલ્યોનું જતન અને સંવર્ધન શ્રમણ પરંપરા યુગોથી કરતી આવી છે.
ગુલામ દશામાંથી મુક્ત કરી ચંદનબાળાને દીક્ષા આપી ભગવાન મહાવીરે દાસી પ્રથાને તિલાંજલિ આપવા, શુદ્ર જાતિમાં જન્મેલા હરિકેશીને દીક્ષિત કરી જાતિ નહીં પણ કર્મ અને જ્ઞાનને પ્રતિષ્ઠા આપવા અંગુલી નિર્દેશ કર્યો. રાષ્ટ્રમાં નારી ગૌરવને ઉજાગર કરવાનું શ્રેય જૈન ધર્મને ફાળે જાય છે.
જ્યારે જ્યારે ગ્રામ. નગર અને રાષ્ટ્રમાં આપત્તિ આવી ત્યારે તે આપત્તિ મિટાવવા હેમચંદ્રાચાર્ય, હિરવિજયસુરિ જેવા અનેક પ્રબુદ્ધ કરૂણાના કરનારા જૈનાચાર્યોએ લબ્ધિ પ્રયોગ કરી રાષ્ટ્રની પ્રજાની આપત્તિ દૂર
જ્ઞાનધારા
૧૨)
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org