Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રુતધર્મ, ચારિત્ર ધર્મ, અને અસ્તિકાય ધર્મ એમ દશ પ્રકારના ધર્મ બતાવેલ છે.
મુનિશ્રી સંતબાલજી કહે છે કે, આ લોકધર્મો માનવજીવનની દસ સંજ્ઞાનું સંસ્કરણ કરે છે.
સતત કર્મબંધનને કારણે જીવાત્મામાં વિવિધ મનોવૃત્તિઓ જન્મે છે તેને જૈન પરિભાષામાં ‘સંજ્ઞા’ કહે છે.
સંજ્ઞા એટલે વૃત્તિ, સંજ્ઞા એટલે મૂર્છા, સંજ્ઞા એટલે આસક્તિ, આધુનિક મનોવિજ્ઞાન જેને સહજ સ્વાભાવિક મનોવૃત્તિઓના નામે ઓળખે છે તેને જૈન દર્શને સંજ્ઞાનું નામ આપ્યું છે. દસ લોકધર્મ દ્વારા આ સંશાનું સંસ્કરણ થાય તો રાષ્ટ્રના લોકોનું નીતિમત્તાનું ધોરણ ઊંચુ જશે.
માનવી સાથે જન્મ-જન્માનંતરથી મૈથુનસંશા જોડાયેલી છે. કુલધર્મ દ્વારા આ સંજ્ઞાને નિયંત્રણમાં રાખી શકાય છે. કુલધર્મ દ્વારા નર-નારીના વિવિધ પ્રકારના નિર્દોષ સંબંધો દ્વારા સંસ્કારાય છે. કુલધર્મની લગ્નસંસ્થા, સંજ્ઞાના સંસ્કરણનું કાર્ય કરે છે.
આહાર સંજ્ઞા-ગ્રામધર્મમાં જગતાત બનવાની પારિવારિક ભાવનાથી અન્નવસ્ત્રાદીના સવિભાગથી સંસ્કારાય છે, મળ્યું છે તો બધું એકલું આરોગી જવું (આહાર કરી લેવો) તેવું નહિ, બીજાને પણ ભાગ આપવો પેટભરા ન થવું. અન્નદાન ગ્રામધર્મની ભાવનાને વિક્સીત કરશે. ગ્રામધર્મ આહાર સંશાનું સંસ્કરણ કરશે.
ભય સંજ્ઞાને નગરધર્મના કાનૂન-કર્તવ્યપાલન નિયમોથી સુવ્યવસ્થિત કરી સંસ્કરાય છે. પરિગ્રહસંજ્ઞા, જરૂર કરતા વધારાનો સંગ્રહ ન કરવો. દાન દ્વારા પરિગ્રહ વિસર્જન કરી અપરિગ્રહ વ્રત પાલનથી સંસ્કારાય છે. અહીં ન્યાયસંપન્ન વૈભવ અને સાધનશુદ્ધિની પવિત્ર ભાવના અભિપ્રેત છે.
રાષ્ટ્રના લોકો અવૈચારિક દશામાં કોઈનાથી દોરવાઈ ગાડરિયા પ્રવાહ જેમ ચાલે તેને ઓઘસંજ્ઞા કહે છે. આ ઓઘસંજ્ઞાને સંસ્કારવાનું કામ સંતો અને લોકશિક્ષકોનું છે. નાત-જાત ભાષા પ્રાંત કે પ્રદેશના ભેદથી મુક્ત સદ્ભાવ અને સૌજન્યનો સંગમ અને સમવાય કરતાં રાષ્ટ્ર ધર્મથી સંસ્કારિતા
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
૧૯૦
-
For Private & Personal Use Only
www.jainelibrary.org