Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
19:
સારવાર આપવા માટે આધ્યાત્મિક માર્ગ અપનાવવાની ભલામણ કરે છે. ને તેથી જ આજે વર્તમાનયુગમાં યોગ અને ધ્યાનની શિબિરો યોજાવા માંડી છે. જૈનદર્શન પુરુષાર્થવાદી છે. પુરૂષાર્થ પર વધુ ભાર મુક્યો છે. તે તેથી જ સર્વ જીવોનું શુભ ચિંતન, શુભ ભાવનાથી કલ્યાણ થાય તે હેતુથી કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) અને ધ્યાનનો આત્યંતર તપમાં સમાવેશ કરવામાં આવે છે. આવશ્યક ક્રિયાઓમાં પણ એક કાઉસ્સગ્ગ છે. કાઉસ્સગ્ગની બધી મુદ્રાઓ યોગની મુદ્રા છે. ધ્યાન યુક્ત કાઉસ્સગ્ગમાં ચૈતસિક પરિવર્તનો થાય છે. જેમાં એક છે એ અવસ્થામાં મગજના આલ્ફા કિરણોનો વિસ્તાર વધી જાય છે. જેથી સૂક્ષ્મ સંવેદનો ગ્રહણ કરવાની મનની શક્તિનો વ્યાપ વધે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. દરેકે દરેક વૈજ્ઞાનિકો ચિંતાને બદલે ચિંતનને ઉશ્કેરાટને બદલે ભક્તિ, પ્રાર્થના કરવા કહે છે તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ છે. જૈન દર્શન નિરપવાદ રીતે બુદ્ધિગમ્ય છે અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે. હજારો વર્ષો પૂર્વે જૈનદર્શને જે પ્રતિપાદન કર્યું છે. તે વર્તમાનમાં તેમ જ બની રહ્યું છે તેથી આપણે તીર્થંકરોની અનંતજ્ઞાનવાણીને લાખ લાખ વંદન કરીએ.
આ રીતે આપણે વિચારીએ છીએ કે આધ્યાત્મિક તંદુરસ્તી, શારિરીક અને માનસિક તંદુરસ્તી જેટલી જ આવશ્યક છે. જૈનદર્શન મુજબ સમતાસમભાવ ધારણ કરનાર વિપરીત પરિસ્થિતિમાંથી બહાર આવીને પણ અચલ રહી શકે છે પણ આજના ભયભીતભર્યા વાતાવરણમાં રહેનાર માણસનો આનંદ બીજાની મૂઠ્ઠીમાં બંધ છે. અંતરની પ્રસન્નતા વગર ચહેરા પર સાચું સ્મિત ક્યારેય આવતું નથી ને સ્મિત વગરના ચહેરાવાળા માણસો સ્વસ્થ હોતા નથી. અનેકના મનને સાચવવામાં જ માનવી પોતાના મનને નહીં સાચવવાની ભૂલ કરી બેઠો છે. છતાં સરવાળે શું મળ્યું? હૃદય પર હાથ મૂકીને પૂછી લો આપણા આત્માને.
જૈન દર્શનમાં બતાવ્યું છે કે પ્રભુ મહાવીરે આ સમગ્ર જગતના લોકોને એક સંદેશો આપ્યો છે કે, ‘ન ઈચ્છાસિ’ જે તું તારા માટે ન ઈચ્છે, તો બીજા માટે પણ ઈચ્છતો નહીં. મનોવૈજ્ઞાનિકોએ આ ભાવનાને બધી નૈતિક વિભાવનાનો આધાર કહ્યો છે. બધા ધર્મો એના પર રચાયેલા છે પણ
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
૧૮૪
For Private & Personal Use Only
www.jainelibrary.org