Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રત્યુત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! હા, પરમાણુ પુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વ ચરમાંતથી પશ્ચિમ ચરમતમાં યાવતું નીચેના ચરમાંતથી ઉપરના ચરમતમાં જાય છે.
પ્રાચીન જૈનદાર્શનિક સાહિત્ય તથા તંત્રવિજ્ઞાન ધ્વનિને કણવરૂપે જ સ્વીકારે છે, એટલું જ નહિ પણ તેના રંગો પણ તેઓ દર્શાવે છે, તે સાથે પશ્ચિમના અર્વાચીન સાહિત્યમાં પશ્ચિમના બે - ત્રણ વ્યક્તિઓએ ધ્વનિના વર્ણ | રંગ જોયા છે તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તો શ્રી અશોકકુમાર દત્ત જેવા, જેઓને આ પ્રકારની કુદરતી બક્ષિસ હોય છે, તેઓને અત્યારે પણ ધ્વનિના રંગોનો અનુભવ થાય છે.
શ્રી દત્ત પોતે, “ભારત હેવી ઈલેકટ્રીકલ્સ લિમિટેડમાં એન્જિનિયર છે તેથી તેઓએ પોતાના થતા અનુભવોનું વિશષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને પ્રત્યેક અક્ષરનો વર્ણ નિશ્ચિત કરવા માટે ભારે પરિશ્રમ લીધો છે. ગણિત વિજ્ઞાન
વર્ગમૂળ સંબંધી એક ખ્યાલ પાયથાગોરસના કહેવાતા પ્રમેયમાંથી ઉત્પન્ન થયો. અહીં “કહેવાતા' શબ્દનો પ્રયોગ કરવાનું કારણ એટલું જ છે કે પાયથાગોરસના જન્મ પહેલા સદીઓ પૂર્વે ભારતમાં પાયથાગોરસના આ પ્રમેય સંબંધી પ્રાયોગિક જ્ઞાન હતું જ. જૈનોના પિસ્તાલીશ આગમશાસ્ત્રો પૈકીના ગણિતાનુયોગ સંબંધિત સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપપ્રાપ્તિ વગેરે જે તેના મૂળ | અસલ વરૂપમાં ઈ.સ. પૂર્વે ૫૫૭ થી ૨૨૭ સુધીમાં ભગવાન મહાવીર દ્વારા બોલાયેલ માનવામાં આવે છે, તેમાં વર્ગમૂળને કરણ પ્રક્રિયાના નામથી ઓળખવામાં આવ્યું છે અને તેનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ 7 ના પૂળ મૂલ્ય તરીકે Jio ના વ્યાપક પ્રયોગ પણ કરેલ છે. શ્રી વીરસેન નામના જૈનાચાર્ય જ ના સ્થાને ૩૫૫/૧૧૩નો પણ ઉપયોગ કર્યો છે. જે આધુનિક ગણિતમાં ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજને છેક ઓગણીસમી સદીમાં શોધ્યું.
જ્ઞાનધારા
(૧૭૩)
(જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org