Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
* શાબ,
મહાશાળાનો ઉંબરો ચઢ્યા વિના જ, બાર વર્ષની વયે જ સંગીત, ચિત્રકામ વગેરેમાં અસાધારણ બુદ્ધિપ્રતિભા બતાવનારા આવાં બાળકોના દાખલાઓ આપણે અવારનવાર સાંભળીએ છીએ.
માત્ર સોળ વર્ષની ઉંમરમાં જ જ્ઞાન, યોગ અને ભક્તિનો ત્રિવેણીસંગમ સાધતા “અમૃતાનુભવ' અને ગીતાની પ્રથમ હરોળની ટીકાઓમાં સ્થાન પામતી “જ્ઞાનેશ્વરીની રચના કરનાર સંત જ્ઞાનદેવ, નવ વર્ષની વયે જ રામાયણ અને મહાભારતની સંક્ષેપમાં પદ્યમાં રચના કરનાર, જીવનમાં કોઈ સાધના કર્યા વિના, વિદ્યાર્થી અવસ્થામાં આત્મસાક્ષાત્કાર પામનાર શ્રી રમણ મહર્ષિ જેવા આધ્યાત્મિક જગતના સિતારાઓનાં નામો પણ આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. દીર્ઘ કાળના પુરુષાર્થ વિના જે સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત થવી સંભવિત નથી તે બચપણમાં જ, કે આ જીવનમાં તેવા કોઈ પ્રયત્ન વિના, આ મહાનુભાવો શી રીતે સાંપડે? શાસ્ત્રમાં વિશિષ્ટ લબ્ધિવાળા જ્ઞાની પુરુષો પાદલપ્તસૂરિ, વજસ્વામી, ગૌતમસ્વામી, હીરસૂરિજી વગેરેની વિશિષ્ટ શક્તિઓમાં શંકાને સ્થાન રહેતું નથી.
આપણી વર્તમાન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ અને મર્યાદાઓનું તેમજ આપણને પ્રાપ્ત થયેલ કૌટુંબિક અને સામાજિક પરિસ્થિતિનું બીજ આપણાં પૂર્વ જીવનોમાં આપણે પોષેલી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાં રહેલું છે.' દેવલોકનું વર્ણન
આધુનિક પરામનોવિજ્ઞાનના અખતરાઓના અહેવાલો શાસ્ત્ર કરેલાં દેવલોકનાં વર્ણનો ઃ ત્યાં રાત્રિ દિવસ નથી, નિત્ય અત્યંત તેજસ્વી પ્રકાશ છે, દરેક દેવને અમુક મર્યાદામાં અતીન્દ્રિયજ્ઞાન હોય છે, જેથી તે ભૂત-ભાવિમાં નજર નાંખી શકે છે, દેવોને આહાર કે ઊંઘની જરૂર નથી હોતી, આહારની ઈચ્છા થતાં જ આહાર લીધા વિના જ તૃપ્તિ થઈ જાય છે, આયુષ્ય પૂર્ણ થાય એ અગાઉ એમને એની ખબર પડે છે, દેવોને આપણી જેમ નવ માસ ગર્ભાવાસ અને તે પછી બાળ અવસ્થામાંથી વિકાસ પામતાં પામતાં
જ્ઞાનધારા
૧૭૦)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org