Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પશ્ચિમના દેશોમાં પણ, આ સંશોધનોનાં નિશ્ચયાત્મક પરિણામોના કારણે, હવે પુનર્જન્મનો સિદ્ધાંત ઝડપ-ભેર માન્ય બની રહ્યો છે. હિંદમાં પણ, જયપુર યુનિવર્સિટીના પેરાસાયકોલોજી વિભાગ દ્વારા, ડૉ. બેનરજીદ્વારા આવું સશોધન હાથ ધરવામાં આવ્યું હતું. એ વિભાગે પૂર્વજીવનની સ્મૃતિ જેને થઈ હોય એવા પાંચસોથી વધુ કેસો એકત્ર કર્યા હતા.
ડૉ. બેનર્જીની જેમ, અમેરિકામાં વર્જીનિયા યુનિવર્સિટીના પેરાસાયકોલોજી વિભાગના ડૉ. ઈઆન સ્ટીવન્સન પણ પુનર્જન્મ અંગે સંશોધન કરી રહ્યા છે. જેમાં પુનર્જન્મનો સંકેત મળતો હોય એવા બારસો કેસ એમની પાસે નોંધાયેલ પડ્યા છે. તેમાંના બસોથી વધુ કેસની ચકાસણી તેઓ સાથીઓ દ્વારા કે જાતે કરી ચૂક્યા છે. જેમાંથી ચૂંટેલા કેસોના વિસ્તૃત અહેવાલો સ્થળ પર જઈ કરાયેલી પુરાવાઓની તલસ્પર્શી ચકાસણી અને સાક્ષીઓની ઝીણવટ ભરી તપાસની સવિસ્તર વિગતો સાથેના દળદારગ્રંથો યુનિવર્સિટી પ્રેસ ઓફ વર્જીનિયા તરફથી પ્રકાશિત થયેલા છે. વિશિષ્ટ લબ્ધિઓની શાસ્ત્રીય વાતો
-
બાળકોમાં જોવા મળતા આવા આત્મિક ગુણવિકાસના, બૌદ્ધિક પ્રતિભાના કે કાવ્ય, સંગીત, નૃત્ય આદિ લલિત કળાઓમાં પારંગતતાનાં દૃષ્ટાંતો એક વાત બુલંદ સ્વરે કહી જાય છે કે જીવનમાં વ્યક્તિએ જે ગુણો પ્રાપ્ત કર્યા હોય કે શક્તિઓ વિકસાવી હોય તેનો લાભ કાયા બદલાયા પછી, અન્ય જન્મમાં, પણ તેને મળે છે. હેન્રી ફોર્ડને એમ કહેતા ટાંકવામાં આવે છે કે, ‘પુનર્જન્મની શોધે મારી અવસ્થતા દૂર કરી, મેં નિરાંત અનુભવી, મને લાગ્યું કે જીવન ભલે રહસ્યભર્યું રહ્યું, પણ તેમાં વ્યવસ્થા અને પ્રગતિ રહેલાં જ છે. ત્યારથી જીવનમાં રહસ્યના ઉકેલની શોધમાં અન્યત્ર ફાંફાં મારવાનું મેં છોડી દીધું છે.'
જી.પી. બીડર નામનો એક અમેરિકન છોકરો ચાર વર્ષની વયે ગણિતનો ખાં બની ચૂક્યો હતો, અને કોમ્પ્યુટર'ની ઝડપે મોટી મોટી રકમના દાખલા ગણી બતાવતો! આયર્લેન્ડનો વિલિયમ હેમિલ્ટન, શાળા
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
-
Jain Education International
૧૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org