Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સરદહ તલાય શોષણયા - સરોવર, દ્રહ (જળાશય), તળાવનું પાણી ખેંચી તેને સૂકવી દેવાની.
પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો જેને આચારનો સંદેશ પર્યાવરણને અને જીવસૃષ્ટિના અખંડિતપણાને જાળવી રાખવાનો ઉદ્દેશ ધરાવે છે.
વાયુના પ્રદૂષણની વાત કરીએ તો સ્ટીમ એંજિન સત્તરમી સદીમાં શોધાયું. બીજી તરફ વનોનો વિનાશ એટલી ઝડપથી થયો. ઓક્સિજનનું પ્રમાણ હવામાં હોવું જોઈએ તે સતત ઘટતું ગયું. આને સમાંતર એક ઘટનાનું બયાન જૈન સાહિત્યમાં જોવા મળે છે. આદિ પુરાણમાં કૃત્રિમ આરાના છેડાના ભાગે કલ્પવૃક્ષોના નાશના પરિણામો કેવાં હતાં તેનું વર્ણન આવે છે.
વર્તમાન ઔદ્યોગિકરણ અને શહેરીકરણમાં સૌથી મોટો ભોગ વનો, ફળદ્રુપ ખેતીની જમીનો, પશુઓને ગોચર વિસ્તારોનો લેવામાં આવે છે. ભારત જેવા દેશ માટે ૪૦% વિસ્તાર વનથી આચ્છાદિત હોવો જોઈએ. કમનસીબે, પેપર ઉપર તે ૨૭% છે અને ખરેખર તો ૧૦% પણ ઓછો છે. વનો છે પણ એટલાં ગાઢ રહ્યાં નથી. દર વર્ષે તેમાંથી ૫ લાખ હેક્ટર્સ જમીનનો વનવિસ્તાર ઘટી રહ્યો છે. અને તેને કારણે વિવિધ દુષ્પરિણામો જેવાં કે ભૂમિઅલનની ઘટના અરણના વિસ્તારમાં વધારો, વરસાદમાં ઘટાડો અને કમોસની હવામાન વગેરે વધતા જાય છે. તાપમાન સતત વધી રહ્યું છે, ગ્લેસિઅર કે હિમનદીઓ ઓગળી રહી છે. બરફાચ્છાદિત શિખરોની સંખ્યા ઘટી રહી છે. જમીનનું ઉપલું પડ ઘસાઈ રહ્યું છે. ફળદ્રુપતા ઘટી છે. આવી જ પરિસ્થિતિ છે વત્તે અંશે દુનિયાના બધા જ દેશોમાં પ્રવર્તી રહી છે. ફક્ત માનવજગત માટે નહિ, સમસ્ત જીવસૃષ્ટિ સામે પ્રદૂષણનો પડકાર આવી રહ્યો છે. નગરો મોડી સાંજે કાળા ધુમ્મસ (Smog)થી છવાઈ રહ્યા છે. ક્યાંક ક્યાંક એસિડ રેઈન - તેજાબી વર્ષા પણ થાય છે. so, અને No, વધતાં અને બન્નેનું હાઈડ્રોલિસિસ થતા આવી ઘટના બને છે. છેલ્લા
(જ્ઞાનધારા)
૧૬૨)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org