Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સમા હતા. આજે વિજ્ઞાનના વિકાસના સમયે કેમિકલ ફર્ટિલાઈઝર્સ અને જંતુનાશકોના અતિ ઉપયોગથી લાખો હેક્ટર્સ જમીનો નક્કામી બની રહી છે. સૃષ્ટિનાં જીવોનું પરસ્પરની સહાયનું ચક્ર જાણે ખોટવાઈ ગયું છે.
પહેલાં ઊકરડાનો ઉપયોગ ધરતીના રસકસ વધારવા માટે થતો. હવે ઊકરડાના પ્રકારમાં પણ ફેરફાર થયો છે. તેમાંનો લીલો પડવાશ દૂર થયો છે. અને કાચ, એલ્યુમિનિયમ ફોઈલ્સ, પ્લાસ્ટીકની થેલીઓ, કેમિકલ્સના ડબલાં, વાયરોના ટુકડાં, સીમેન્ટ જેવા બાયોડિગ્રેડેબલ ન હોય તેવા પદાર્થો આધુનિક કચરામાં હોય છે અને તે ધરતીનું હીર ચૂસી રહ્યા છે. આમ માનવીએ ધરતીને સાચા અર્થમાં ઊકરડો બનાવી દીધી છે. તેની પ્રકૃતિના શોષણની બેફામ લાલસાએ સરોવરો, જળાશયો, નદીઓ અને મહાસાગરોને પણ અભડાવી માર્યા છે. રીફાઈનરીના કેમિકલ્સ, કોસ્ટિક સોડા, સોડા એસ તથા રંગ-રસાયણોનાં કારખાનાંઓએ કુદરતી પાણીના સ્ત્રોતોને પ્રદુષિત કરી દીધાં છે. આ પ્રદૂષણથી સેંકડો ટન જળચર જીવોનો સંહાર થઈ રહ્યો છે. અને સમગ્ર જળરાશિ જીવંતષ્ટિ વિનાનો - મરેલો થઈ રહ્યો છે.
જીવવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિને આજથી દોઢસો વર્ષ પહેલાં અળસિયાની જીવનચર્યાનો અભ્યાસ કરતાં નોંધ્યું છે. કે અળસિયાઓ જમીનને પોચીporais છિદ્રોવાળી બનાવે છે અને તેથી જમીનમાં ઓક્સિજન અને પાણી પ્રવેશી શકે છે.
સવે પાસ મૂતા સર્વે નવા સર્વે સત્તા ન હતા! એટલે કે
સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે જીવો અને સર્વે સત્ત્વોને હણવા ન જોઈએ.
આમ જીવવિજ્ઞાન એ જીવોને અભય આપનારું વિજ્ઞાન બનવું જોઈએ. વિજ્ઞાન જીવોના સંહારને અનુમોદન આપી શકે નહિ. પર્યાવરણ તો પ્રકૃતિના સર્વે અંગોની જાળવણીનું વિજ્ઞાન છે. અહીં જેના દર્શનનું એક વૈજ્ઞાનિક તથ્ય
જ્ઞાનધારા
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org