Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શકે. આ માનવતાના વિકાસમાં ધર્મ જ વધારેમાં વધારે યોગ આપનારું તત્ત્વ છે. ધર્મ આ રીતે કર્તવ્યનિષ્ઠા, વિશ્વાસ, શાંતિનું જ બીજું નામ છે.
સહુથી પહેલાં મેં ઘર્મને વસ્તુનું સત્ય સ્વરૂપ કહ્યો. અને આ રીતે પણ કહી શકાય, કે પ્રાણીમાત્રનો રવભાવ જ એનો ધર્મ છે. જે રીતે લીમડાને દૂધથી ગમે એટલો સીંચીએ, તોય કડવાપણું જ એનો રવભાવ રહેશે. આંબાના ઝાડને કડવું પાણી રેડવા છતાં એ પોતાનો સ્વભાવ નહીં બદલે. અગ્નિનો રવભાવ ગરમ છે, તો પાણીનો શીતળ. આ જ રીતે મનુષ્યનો મૂળ સ્વભાવ તો ઉત્તમ ગુણવાળો મનાય છે. પણ દુર્ભાગ્યે મનુષ્ય પોતાના એ સ્વભાવને જ છોડી દીધો છે, જ્યારે સંસારના કોઈ પ્રાણી કે વનસ્પતિએ પોતાનો સ્વભાવ નથી છોડ્યો. આ મૂળ સ્વભાવ કે ધર્મનો ત્યાગ જ એના વર્તમાન પતનનું મૂળ કારણ છે.
તત્ત્વાર્થસૂત્રમાં પૂ. ઉમાસ્વામીએ મનુષ્યના આત્માના ધર્મોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે- ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય આ દસ આત્માના ધર્મ એટલે કે સ્વભાવ છે. જુઓ આચાર્યએ ક્યાંય પૂજા-ભજનને કે ક્રિયાને ધર્મ ન કહીને માનવતાના આત્માના મૂળ સ્વભાવ, એના વ્યવહારને પૂર્ણ માનવતામાં પરિવર્તિત કરનારા ગુણોને જ ધર્મ કહ્યો છે, મનુષ્યમાં ક્ષમા, નિરભિમાનતા, નિષ્કપટતા, સત્યભાષણ, મનની પવિત્રતા, વૃત્તિઓ (ઇન્દ્રિયો)નો સંયમ, ઇન્દ્રિયોની સ્થિરતા પછી આંતરિક અને બાહ્ય બાર પ્રકારનાં તપ, સપૂર્ણ અપરિગ્રહ તેમજ ઉત્તરોત્તર ઉંચે જતાં જતાં સંપૂર્ણ ભોગ-સામગ્રીનો ત્યાગ તેમજ આખરે બ્રહ્મચર્ય વ્યાવહારિક તેમજ આત્મામાં રમણ કરવાને જ ધર્મ માન્યો
- જો મનુષ્ય ગુસ્સો કરવો છોડી દે તો એની અનેક દુર્ભાવનાઓ ખતમ થઈ જાય. ક્રોધ મનુષ્યને આંધળો બનાવી દે છે. વિવેક હરાઈ જાય છે. વાણીનો સંયમ તૂટી જાય છે અને એ એવા હિંસાત્મક કામ કરી બેસે છે કે એનું કુપરિણામ જન્મ જન્માંતરો સુધી ભોગવે છે. આ જ રીતે અભિમાન કે
૧૦૨)
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org