Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સજીવ અર્થાત્ કાર્મિક મેટર. આ કાર્મિક મટીરીયલ આત્માના ગુણોને આચ્છાદિત કરવાનું કાર્ય કરે છે. શુદ્ધ આત્મામાં અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત વિર્ય અને અવ્યાબાધ સુખ છે પરંતુ એ કાર્મિક મેટર વડે દુષિત થાય છે. આમ તો મનુષ્યનું ધ્યેય તો આત્માની પૂર્ણ શુદ્ધતા પામવાનું અને કર્મ પર વિજય મેળવવાનું હોય છે. પરંતુ એ કર્મના અણુઓ-પુદ્ગલ-આત્માને વળગે છે. આત્મામાં શોષાય છે. જો આત્મા સાવચેતી રાખે તો કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આત્માને વળગેલાં કર્મ ફળ આપ્યા પછી આપમેળે ખરી જાય છે. હવામાં રહેતા કર્મના અણુઓનું ગુરુત્વાકર્ષણ ઓછું હોય છે. જ્યારે કર્મ આત્માને ચોંટે છે ત્યારે બંધ કહેવાય છે. ઘણી વાર આત્માને ઘણાં કર્મ વળગે છે જેથી એ ભારે થાય છે અને નીચલી યોનિમાં જન્મ લે છે. આત્મા-કર્મને એવી રીતે ખેંચે છે જે રીતે ચુંબક લોખંડની રજને આકર્ષે છે. તે જ પ્રમાણે આત્મામાં કર્મનો બંધ થાય છે.
આગમ શાસ્ત્રોમાં ક્વોન્ટમ સિદ્ધાંત પણ જોવા મળે છે. તનુસાર સૂર્ય શક્તિનો સ્રોત છે. ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત પર સૂર્યનાં કિરણોનો સહારો લઈને ચઢ્યા હતા.
આપણે જોયું કે પ્રાચીન સમયમાં માનવી પાસે અતુલ બુદ્ધિબળ હતું પણ સાથે શાંત સમતાધારી મન હતું. જીવનમાં તનાવને સ્થાન ન હતું જેને પરિણામે તે પ્રકૃતિ સાથે તન્મયતાથી રહેતો અને શાંતિથી જીવન ગુજારતો હતો.
આજના માનવ સમક્ષ જ્ઞાન છે, ભૌતિક સુખ સાધનો છે પરંતુ એ અશાંત, વિક્ષુબ્ધ અને તનાવપૂર્ણ સ્થિતિમાં રહે છે. જૈનધર્મ મનુષ્યને વિજ્ઞાનની સાથે અધ્યાત્મ જ્ઞાન પણ આપે છે. ધ્યાન અને યોગ દ્વારા સમતામય જીવન જીવવાની તાલીમ દર્શાવે છે. જૈનધર્મમાં પ્રાકૃતિક સ્રોતોની રક્ષા, પર્યાવરણની સમતુલા, નૈસર્ગિક ઉપચાર અને મનુષ્યને સતાવતી ભૌતિક અને માનસિક સમસ્યાઓનું નિદાન વિસ્તૃત રીતે સમજાવેલું છે. એ સર્વ ઉપાયોને આચરણમાં મુકવાથી જીવનમાં તનાવ, નિરાશા દૂર થાય છે અને પર્યાવરણની સમતુલા પણ જળવાય છે.
જ્ઞાનધારા
Jain Education International
૧૩૨
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org