Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કે જીવોને જીવન જીવવા માટે એકબીજાના આલંબનની જરૂર પડે છે. આ સૂત્ર પર્યાવરણની રક્ષા માટે અતિ ઉપયોગી છે.
જૈનધર્મનું બીજું એક સૂત્ર છે ધર્મો રક્ષતિ રક્ષતઃ। અર્થાત્ તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે.
તે ઉપરાંત ગહિંસા પરમો ધર્મઃ। અહિંસા સૌથી ઉત્તમ ધર્મ છે. જૈનધર્મમાં શ્રમણની વ્યાખ્યામાં જ સર્વ જીવ પ્રત્યેનો સમતા ભાવ ઝળકે છે. ‘ોગાદ્વાર' પ્રમાણે ગદ્ મમ પિચં રુદ્ઘમ્ ગાળિય મેવ સત્વ નિવાળું, ન દારૂ, ન દળાવેડ્સ, સમ્મળા તેળ સો સમળો! અર્થાત્ જેમ મને દુઃખ ગમતું નથી તેમ બીજા જીવોને પણ દુ:ખ ગમતું નથી. માટે હું હિંસા ત્યાગું છું અને બીજાને પણ હિંસાનો ત્યાગ કરવા માટે પ્રેરણા આપીશ માટે હું શ્રમણ
છું.
આ પ્રમાણે જૈનધર્મમાં જીવન જીવવા માટેની વિચક્ષણ પદ્ધતિ છે જે અપનાવવાથી પ્રદૂષણ અટકાવી શકાય છે અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવાય છે. આ માટેના ધાર્મિક નિયમો નીચે મુજબ છે.
(૧) વિશ્વના દરેક જીવો સાથે મૈત્રી
(૨) પ્રાકૃતિક સ્ત્રોતનો ખપ પૂરતો ઉપયોગ, જરાપણ બગાડ નહિ. (૩) દુનિયાના દરેક જીવોના શુભ અને કલ્યાણ માટેની પ્રાર્થના. (૪) અહિંસક જીવન પદ્ધતિ જેમાં મૈત્રીભાવના, પ્રમોદ ભાવના, કરૂણા ભાવના અને માધ્યસ્થ ભાવનાનો સમાવેશ હોય.
(૫) સંપૂર્ણ શાકાહારી ભોજન જે સાત્ત્વિક હોય. જો ભોજન શાકાહારી ન હોય તો એમાં સેચ્યુરેટેડ ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે જેથી હાર્ટએટેક અને બીજી ગંભીર બિમારીઓની શક્યતા ખૂબ વધી જાય. તે ઉપરાંત એમાં રહેલાં રસાયણો, એન્ટીબાયોટિક અને હોર્મોન્સ અગણિત રોગો પેદા કરે છે. તે ઉપરાંત એ આહાર તામસિક હોવાથી એને વાપરનારા ઝનૂની પ્રકૃતિના બને છે.
પ્રદૂષણ અને તંદુરસ્તીનું સમાધાન શાસ્ત્રોમાં પ્રકૃતિ સાથેના પ્રેમ દ્વારા નિરખવા મળે છે. તીર્થંકર પ્રભુ લોકોને ઉપદેશ આપવા માટે સમવસરણમાં
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
૧૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org