Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઉદ્વેગ ચોઘડિયું છે. અજીવતત્ત્વ પર આધાર રાખતો ભાવ ચલ ચોરડિયું છે. તો આશ્રવના ખુલ્લા દરવાજા રોગ ચોઘડિયું ચલાવે છે. બંધતત્તવ (કર્મબંધ) ૧૮ પાપ સ્થાનક દ્વારા કાળ ચોથિયું નિર્માણ કરે છે. જ્યાં સુધી બંધ છે ત્યાં સુધી જીવનો સંસાર કાળ ખૂટતો જ નથી. સંવર તત્ત્વમાં જીવ પ્રવેશે ત્યારે શુભ ચોઘડિયું આરંભ થાય. નિર્જરામાં આગળ વધે લાભ ચોધડિયાંને પ્રાપ્ત કરે અને મોક્ષ પ્રાપ્ત જીવનું જ અમૃત ચોઘડિયું કહેવાય કે જયાં કદી મૃત્યુ આવતું નથી એવું જ્યાં અમૃત પ્રાપ્ત થાય છે. એટલે જૈન દર્શન કહે છે. પ્રકૃતિની સાક્ષીએ આત્માની પ્રકૃતિમાં પ્રાકૃત બની પ્રકૃતિ વિજ્ઞાન પ્રગટાવવું એજ આત્માનું ધ્યેય છે.
જૈન દર્શનના પ્રણેતા પરમાત્માએ ગણધરોને આપેલી ત્રિપદી- ઉત્પાતવ્યય અને ધ્રુવ. આ ત્રણ તત્ત્વ જ ખરેખર વિજ્ઞાન છે. હિંદુદર્શન ઉત્પાતને બ્રહ્મા કહે છે. ધ્રુવને વિષ્ણુ કહે છે, વ્યયને મહેશ કહે છે. તો પાશ્ચાત્ય જગત તેને God કહે છે તે બીજમંત્ર છે. જનરેટર, ઓરગેનાઈઝર અને ડિસ્ટ્રોયરનો. જૈનદર્શન જેને હું કહે છે તેને કદાચ ઈસ્લામ ભલે “રહીમ’ ઉચ્ચારે. તાત્વિક રીતે ભિન્ન કશું નથી. માત્ર ઉચ્ચાર પહોળો બન્યો છે.
આમ વિચારતા જઈએ તો પૂર્ણ વિજ્ઞાની મહાવીરે જૈનદર્શનમાં વિશ્વમાં કહેવાતી તમામ વિજ્ઞાનની શાખાનો સમાવેશ કરી દીધો છે. વર્તમાન વિશ્વ જેને બચાવવા ફાંફાં મારે છે. એ પર્યાવરણ વિજ્ઞાનને જૈન-દર્શને તો તેની આચાર સંહિતામાં મુખ્યતા અને પ્રાથમિકતા બંને આપ્યા છે. જેમાં સાધુનું આત્યંતિક ત્યાગયુક્ત સર્વવિરતિવાળું જીવન પર્યાવરણ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જૈન સાધુના જીવનમાં પર્યાવરણની ઉતમોત્તમ રક્ષાનું વિધાન અને આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધતાનું વિજ્ઞાન સમાયેલ છે. પર્યાવરણના એક પણ પાસાંને દુષિત કર્યા વિના જીવન વ્યતીત કરનાર જૈન સાધુની જોડ જગતમાં મળી શકે તેમ નથી. એટલું જ નહીં. જૈનદર્શનનો ગૃહસ્થાશ્રમી શ્રાવક પણ પર્યાવરણનો રક્ષક છે. જીવનનિર્વાહની જવાબદારી નિભાવવા છતાં ઓછામાં ઓછો પર્યાવરણની હાનિ કરતો શ્રાવક પાંચ અણુવ્રત સાથે પંદર કર્યાદાનથી જ્ઞાનધારા
(૧૪૫)
'જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org