Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્ઞાનનાં આવરણો કરનાર જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરી, અંતચેતનામાં જ પ્રકૃતિનાં રહસ્યો ઉઘાડ્યા છે. મહાવીરે જગતને આપેલા જ્ઞાનનો આજ વિશ્વના પ્રખ્યાત વૈજ્ઞાનિકો પણ આદર કરે છે. આઈન્સ્ટાઈન જેવા એટલે જ કહે છે. જો મારો પુનર્જન્મ હોય તો હું ભારતમાં સંત બની આત્મતત્ત્વનું સંશોધન કરીશ.
યોગમાર્ગના અગમ-નિગમ રહસ્યોથી આખું જૈનદર્શન છવાયેલું છે. ભરેલું છે. નમસ્કાર મુદ્રાનાં રહસ્યો, પ્રતિક્રમણ, ખમાસમણા વગેરેની મદ્રાઓનું વિજ્ઞાન તેના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તાત્પર્યો આ બધું શાસ્ત્રોમાં નિહિત છે.
ભગવાન મહાવીરના ગણધરો નામ સાથે અર્થોની ગુંથણી ઈન્દ્રભૂતિજળતત્ત્વ, અગ્નિભૂતિ અગ્નિતત્ત્વ, વાયુભૂતિ વાયુતત્ત્વ, પૃથ્વી માતા-પિતા વસુભૂતિ ભગવાન ગૌતમને મૂઢતાનું ભાન કરાવી ઈન્દ્રના નહીં ઇન્દ્રિયના વિજેતા બનાવે. અગ્નિભૂતિને બુદ્ધિને કર્મ સાથે જોડી - જય કરાવે. વાયુભૂતિને પ્રાણો એ આત્મા નહીં પણ યશોનાં ધુમાડા દ્વારા નહીં પણ આત્મ સ્વરૂપ દ્વારા જય કરાવે, અને આવા ગણધરો અનંત લબ્ધિનિધાન બની સ્વપર કલ્યાણક બને એ છે પ્રકૃતિનું વરદાન.
જગતમાં જુદા જુદા સ્વરૂપે જ્યોતિષશાસ્ત્ર સ્વીકાર્ય છે. જીવન સાથે જ્યોતિષચક્રનો સંબંધ જુદા-જુદા દાર્શનિકો શાસ્ત્રરૂપે દર્શાવે છે. અને તેનું વર્ચસ્વ સ્વીકારી ગ્રહ-નક્ષત્રને રીઝવવાના પ્રયોગો કરે છે. જૈન-દર્શન તેના અસ્તિત્ત્વને જરૂર સ્વીકારે છે. પરંતુ તેના સ્વરૂપમાં ભેદ દર્શાવે છે. આત્માની સર્વોપરિતા અને સ્વાતંત્ર્યપૂર્વકતાનો તેનો અભિગમ વૈજ્ઞાનિક છે. જન્મકુંડળીના ૧૨ સ્થાનને જૈનદર્શન તેની ૧૨ ભાવનાના સ્વરૂપ સાથે સંબંધિત કરી. ગ્રહોને રીઝવીને નહીં પણ આત્મપ્રતીતિ અને આત્મવીર્ય પ્રગટાવી એ સ્થાનોનું પરિવર્તન કરી શકે છે એમ પ્રતિપાદન કરે છે. વળી સ્વભાવ, કર્મ, કાળ, નિયતિ અને પુરુષાર્થ પાંચ સમવાયમાં પુરુષાર્થને પ્રાધાન્ય આપે છે. અને પ્રાથમિકતા આપે છે. એટલું જ નહીં, જીવનમાં
૧૪૩
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org