Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઈલેક્ટ્રોમેગ્નેટીકફીલ્ડ પવિત્રતા ધારણ કરી શકે.
પંચમહાભૂતથી ભરેલું વિશ્વ તેમાં વધતી જતી નકારાત્મકતા, વૈમનસ્ય, વિકૃતિ અને વિસંવાદિતાથી બચવા વિશ્વમાં પ્રાણ પ્રતિષ્ઠિત મંદિરોને એનર્જી સ્ટેશન કે જનરેટર રૂપે પ્રયોજ્યા છે. અભિમંત્રિત પ્રાણ પ્રતિષ્ઠિત પ્રતિમાજીમાં પંચમહાભૂત કહેવાય છે કે પૂર્ણ રીતે પોઝેટીવ હોય છે. જેની પૂજા દ્વારા સાધક પરમાત્માના નિમિત્તે ખરેખર તો સ્વયં પોઝેટીવીટી જ પ્રાપ્ત કરી ખુદના જ પંચમહાભૂતને નિખારવા આવે છે. પૂજનમાં વપરાતું ચંદન, સુગંધ એ પૃથ્વીતત્ત્વ, અભિષેક જળ એ જળતત્ત્વ, પ્રતિમાજીની આભામંડળમાં ઘૂમતો આરતીનો દીવો એ અગ્નિતત્ત્વ, ગર્ભગૃહમાંથી વાયુમંડળને વિસ્તારિત કરતા ચામરો એ વાયુ તત્ત્વ અને ધીરગંભીર નાદ કરતો ઘંટારવ એ આકાશતત્ત્વને આંદોલિત કરી. પોઝેટીવ પંચમહાભૂત દ્વારા સ્વના પંચમહાભૂતને હકારાત્મકતાનો સ્પર્શ આપી, જીવનની વિષમતા દૂર કરવા મથે છે.
આજ માનવ પ્રકૃતિથી બહુ દૂર થઈ ગયો છે. એટલો નેગેટીવ થઈ ગયો છે કે પ્રકૃતિના સંદેશાને ઝીલી શકતો નથી. સંજ્ઞી પંચેન્દ્રિય માનવ સૌથી વધુ પ્રકૃતિનાં રહસ્યો પામવા સક્ષમ છે પણ બુદ્ધિવાદના નકારાત્મક પંજામાં સપડાઈ મેળવેલી યોગ્યતા ગુમાવી રહ્યો છે. ક્યારેક તો તુચ્છ પ્રાણીઓ કરતાં પણ તે હીન વીર્ય દેખાય છે. રસોડામાં ઢોળાયેલી સાકર પાસે પહોંચતી કીડી કોને રસ્તો પૂછે છે? સ્થળાંતર કરી આવતા પક્ષીઓ પાસે દેશ-વિદેશના રસ્તાના નકશા કદી હોતા નથી. થોડા વખત પહેલાં આવેલા વિનાશકારી સુનામીના મોજાંના ઉત્પત્તિ-સ્થાનના ધરતીના ધબકારનો સંદેશ થાઈલેન્ડના હાથીઓને કયા ઈલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા સંભળાયો હશે? પ્રકૃતિના સંદેશા ઝીલવા પ્રકૃતિએ જીવનની સાથે શરીરમાં ચેતના કે પ્રકૃતિના તાર જોડ્યા છે. ફોટો રિસેપ્ટનીશ - ગ્રંથિઓ માનવમાં નિર્બળ થતી જાય છે. હિમાલયની કોઈ ગુફામાં કે પર્વતોની ટોચે એકાંતમાં સાધના કરતા સંતોએ કદી લાયબ્રેરીઓ ફંફોળી નથી કે પ્રયોગશાળામાં પ્રયોગો કર્યા નથી.
-
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
૧૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org