Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વચ્ચેના ભેદની વ્યવસ્થા જ ડૂબી રહી છે. આપણા સાધુ સંતોએ જાગૃત થઈ અન્ય ધર્મના સંતો સાથે એકત્ર થઈ પ્રકૃતિ સાથેની આ ક્રૂર રમત સામે અવાજ ઊઠાવવો જ રહ્યો. “ડિસ્કો પપૈયા'ના નામે ઓળખાતા પપૈયામાં ગાજર ઉમેરવાથી શરૂ થયેલી યાત્રા ક્યાં પહોંચી છે ?
દાવાનલ-પ્રગટાવી જંગલો સાફ કરવાને લીધે તો વિશ્વના મોટાં-મોટાં જંગલો નષ્ટ થઈ રહ્યા છે અને વરસાદનું ચક્ર અસંતુલિત થઈ રહ્યું છે. તો સરહડા શોષવિર્ય (કૂવા, તળાવ, નદીઓ સૂકાવવા)ને લીધે ભયાનક દુકાળો સર્જાયા છે અને પાણી માટે જ વિશ્વયુદ્ધ ખેલાય એના એંધાણ છે. બોરિંગ દ્વારા વધુ પડતું પાણીનું શોષણ એ પણ એક પ્રકારે “સહિત શોષણ વર્મ' જ છે. પાણીના શક્ય એટલા ઉપયોગનો ઉપદેશ હૃદયમાં ધારણ કરવાથી જ આ સમસ્યામાંથી પાછા વળી શકીએ.
છેલ્લા “અસતિપોષણકર્મમાં સામાજિક પર્યાવરણની ચિંતા કરવામાં આવી છે. અસંખ્ય ચેનલો અને વિવિધ ફિલ્મોએ આપણા Moral Values પર ખૂબ ઊંડા આઘાત પહોંચાડ્યા છે. આપણા સૌના ઘરમાંનું ટી.વી. પણ અસતિપોષણનું સાધન બન્યું છે.
આમ, આપણે સૌ બહારના અને આંતરિક પર્યાવરણને અસંતુલિત કરનારા વિવિધ કર્માદાનો સમજી શક્ય એટલાં કર્મો છોડી પ્રભુ આજ્ઞાનું પાલન કરનાર થઈએ.
જીવસૃષ્ટિને સુખ દેવું અને દુઃખ ન દેવું એ જૈનધર્મનું મુખ્ય લક્ષ્ય છે. એ અનુસાર જ સાધુઓ અને શ્રાવકોની જીવનવ્યવસ્થા ગોઠવાઈ છે. આ જીવનવ્યવસ્થામાં પર્યાવરણનો વિચાર સ્વાભાવિક રીતે જ સમાયો છે.
જ્ઞાનધારા
(૧૩૮
નિસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org