Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો
(યુ.કે. અને યુ.એસ.માં જૈનદર્શન પર પ્રવચનો આપે છે. જૈનપ્રકાશ' અને ‘બાલજ્યોત'ના સંપાદક મંડળમાં છે તેમના નિબંધ ‘સ્યાદવાદ' ને એવોર્ડ મળેલ છે.)
જેન
ન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો' આ વિષય પર વિચાર કરતાં આપણી સામે જૈનદર્શન એટલે જૈન સંપ્રદાય અને વિજ્ઞાન એટલે ભૌતિકવિજ્ઞાન એવી પ્રાથમિક ભ્રાંતિ ઉત્પન્ન થાય પરંતુ અહીં એ અર્થ અભિપ્રેત નથી. જૈન દર્શન એટલે વિશ્વમાં વ્યાપ્ત અનંત અનંત ગુણધર્મયુક્ત તમામ પદાર્થોનાં રહસ્યોને ઉદ્ઘાટિત કરનાર જિનેશ્વર ભગવંતે પ્રરૂપિત દર્શન. એ કોઈ વાદ, સંપ્રદાય, પરંપરા કે વાડાની મર્યાદામાં સીમિત નથી. અને વિજ્ઞાન એટલે માત્ર ભૌતિક જગતના બાહ્ય સ્વરૂપની આંશિક અને મર્યાદિત છણાવટ કરતું સંકુચિત વિજ્ઞાન નહીં પરંતુ પ્રકૃતિના તમામ અંશો સાથે સંકળાયેલ વિશેષ શાન છે.
જ્ઞાનધારા
વર્તમાન ચોવીસી આદિનાથ ભગવાન ઋષભદેવથી આરંભી અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી સુધીના તીર્થંકરોને જૈનદર્શનના પ્રણેતાપ્રરૂપક અને પરમાત્મા માનવામાં આવે છે. ચરમ શાસનપતિ ભગવાન મહાવીરસ્વામીની અનંતકરુણાના પરિપાકરૂપ જ્ઞાનધારા અનંતલબ્ધિનિધાન ગુરુ ગૌતમ આદિ ગણધરોના માધ્યમથી વર્તમાન વિશ્વને પ્રાપ્ત થઈ છે.
૧૨૫ વર્ષની કઠોર સાધના અને ઘોર તપશ્ચરણપૂર્વક કર્મયુદ્ધમાં વિજેતા બની કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર મહાવીર સ્વામીનું કાર્ય તો સિદ્ધ થઈ ગયું હતું. કૈવલ્ય પ્રાપ્તિ બાદ, નિર્વાણ નિશ્ચિત હતું. છતાં પણ વિશ્વવત્સલ
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
- કુ. તરલા એ. દોશી
Jain Education International
૧૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org