Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઓળખાય છે અને ત્યારબાદ એ હિંસા આચરે છે જે વ્યર્લેશ્યા કહેવાય છે.
મનુષ્ય પોતે તપ, યોગ અને ધ્યાનની પ્રક્રિયા દ્વારા આંતરિક પરિવર્તન કરી શકે છે. ઉપવાસ, આયંબિલ વગેરે. જો બાહ્યતપ દ્વારા શરીરમાં રાસાયણિક પરિવર્તન લાવી શકાય છે. જો તેની સાથે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ જેવા અત્યંતર તપ પણ આચરવામાં આવે તો જન્મોજન્મની વેર અને અહમની ગ્રંથિ ખુલી જાય છે. સાધક ચૈતન્યકેન્દ્રના ધ્યાન દ્વારા અશુભ લેશ્યાને શુભમાં પરિવર્તન કરવા શક્તિમાન બને છે. શુભલેશ્યા સામી વ્યક્તિમાં શુભ વિચારોનું આરોપણ કરી શકે છે.
ધર્મ અને પર્યાવરણ :
આગમકાળમાં મનુષ્ય પ્રકૃતિની અતિ નિકટ રહેતો. એ નિસર્ગના સૌંદર્યનું પાન કરતાં એની વિરાટતા અનુભવી પંખીઓનો કલરવ અને વહેતાં ઝરણાંઓનો મધુર ધ્વનિ શ્રવણ કરતાં કરતાં પ્રભુત્તુતિ કરતો. કદિ નૈસર્ગિક વાતાવરણને પ્રદૂષિત કરવાનો પ્રશ્ન જ ન રહેતો. મનુષ્ય જીવનમાં સૌથી વધુ મહત્ત્વ ધર્મને જ આપતો જેથી સ્વાર્થમાં અંધ થઈ આડેધડ વૃક્ષનું છેદન કે પાણીનો વેડફાટ કે પ્રકૃતિ સાથે છેડછાડનો વિચાર પણ ઉદ્ભવતો નહિ. નદી કે કૂવાના પાણીને પવિત્ર ગણવામાં આવતું એ પીવાના ઉપયોગમાં લેવાતું જેથી તેને કોઈ દૂષિત કરતું નહિ. આજે પરિસ્થિતિ એ છે કે કેટલાંયે રાસાયણિક કારખાનાઓનો અતિ જોખમી કચરો નદીમાં ઠલવાય છે. જેનો ભોગ કાંઠે રહેતા પશુઓ અને જલચર જીવો બને છે. આ દૂષિત રસાયણો મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત હાનિકારક હોય છે. આવા રસાયણો કુદરતના ઈકો સિસ્ટમને પણ ખોરવી નાંખે છે જેના પરિણામ સ્વરૂપ કોઈ કોઈ જગ્યાએ કમોસમી એસીડિક વરસાદ પણ થાય છે જૈન ધર્મમાં ઘણા સિદ્ધાંતો પર્યાવરણની જાગરૂકતાનાં દર્શન કરાવે છે.
એમાં ‘ઈરિયાવહી સૂત્ર' જીવ વિરાધનાનું સૂત્ર છે એટલે કે એમાં અજાણતાં કે જાણતાં કોઈ જીવને પીડા ઉપજાવી હોય તો એની માફી માંગવામાં આવે છે.
તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ‘પરસ્પરોપગ્રીવાનામ્।' આ સૂત્ર દર્શાવે છે
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
૧૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org