Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્યારે આ સંયમને સમજી લે છે ત્યારે એની વિવેકદૃષ્ટિ યા દિવ્યદૃષ્ટિ ખૂલે છે. એ પરિગ્રહથી મુક્ત થવાને માટે તત્પર બને છે અને ‘તપ' ભણી વળે છે. અહીં તપનું તાત્પર્ય પરંપરાગત શરીર સૂકવવું કે એને કષ્ટ દેવું એવું નથી પણ પ્રાણીમાત્રની સેવા કરતાં કરતાં સ્વયંને કષ્ટ આપીને પણ વિશ્વકલ્યાણને માટે તત્પર થવાનું કહ્યું છે. એમ પણ કહ્યું છે. ‘ઇચ્છાનિરોધસ્તપ:' અર્થાત્ ઇચ્છાઓને રોકવી એ જ તપ છે. મનુષ્યની ઇચ્છાઓ ક્રમશઃ લાલસાઓ અને એષણાઓ બન્ને છે. આની પૂર્તિને માટે મનુષ્ય આજીવન કરણીય-અકરણીય કામ કરતો રહે છે. સ્વાર્થપૂર્તિને માટે એ પરહિત કરવામાં પણ નથી અચકાતો. આ ‘તપ'ની ભાવનાના પ્રાદુર્ભાવની સાથે ત્યાગ અર્થાત્ અપરિગ્રહનું ઉત્કૃષ્ટ સ્વરૂપ પ્રગટ થવા લાગે છે. ભગવાન મહાવીરનો સમતાવાદ આ જ તથ્યનું પ્રયોગાત્મક સ્વરૂપ છે. મનુષ્યની માનવતા એટલી જ્વલંત યા તેજોલેશ્યામયી બની જાય છે કે એનામાં યત્કિંચિત પણ સ્વાર્થ રહેતો નથી આવો પુરુષ ધન-ધાન્ય ત્યાગીને આકિંચન હોવા છતાં પણ સંસાર પ્રત્યે અગાધ કરુણા-ક્ષમાનો સાગર બની જાય છે. માનવતાનો ચરમોત્કર્ષ છે એનું ચરાચરમાં એકરૂપ, બ્રહ્મસ્વરૂપ બની જવું. આધ્યાત્મિક ભાષામાં બ્રહ્મમાં રમણ કરવું. વ્યવહારિક દૃષ્ટિએ બ્રહ્મચર્યવ્રતમાં આરૂઢ થવું. મનુષ્યની વાણીની ઉશૃંખલતા અને ભોગોની તીવ્ર ઇચ્છા એના પતનના સહુથી મોટાં કારણો છે. ગાંધીજીએ વાચ-કાછના સંયમ પર આ માટે જ સહુથી વધુ ભાર મુક્યો. ચારિત્ર્યભ્રષ્ટ હંમેશાં તિરસ્કાર જ પામે છે. શરીરના રોગદંડ અને રાજદંડ ભોગવે છે. આ માટે જ જૈનદર્શનમાં જ્ઞાન અને દર્શનને ત્યારે જ પૂર્ણ માન્યું છે જ્યારે એ ચારિત્રથી વિભૂષિત હોય. ચારિત્રને જ સર્વશ્રેષ્ઠ ધર્મ કહ્યો છે. આનું કારણ પણ આ છે કે જ્ઞાનદર્શનનું પ્રયોગાત્મક રૂપ ચારિત્ર જ છે. જો ચારિત્ર દૃઢ હોય તો બધાં જ્ઞાન શીખી શકાય છે.
અસીમ લાલસાઓ જ કુકૃત્યોની જનની છે. મનુષ્ય મનુષ્યના લોહીનો તરસ્યો શા માટે બની રહ્યો છે ? કેમ કે એને બધાં સુખ પોતે જ ભોગવવાં
૧૦૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org