Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
(૭) એકાસણું - બિયાસણનું તપ દિવસમાં એક કે બે વખત નિયમિત
રીતે જમવાથી શરીરનાં યંત્રોને રાત્રિ દરમ્યાન સંપૂર્ણ આરામ મળે છે. હૃદય અને ફેફસાં પર વધુ બોજો નથી પડતો. આ દ્વારા ખાન
પાનની અનિયમિતતા કે અયોગ્ય આહારનો ત્યાગ થાય છે. (૮) આયંબિલનું તપ. છ વિગયનો ત્યાગથી, રસપરિત્યાગથી રસેન્દ્રિય
(દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ, સાકર) પર કાબૂ આવે તેમ જ બાકીની ચાર ઇન્દ્રિયોનો પણ સંયમ થાય છે. શરીરમાં કફ અને પિત્તનું શમન થાય છે. કારણ છ વિગય દ્વારા કફ ઉત્પન્ન થાય છે તેમ જ લીલાં
શાકભાજી પિત્ત કરે છે. (૯) આયંબિલની ઓળી, નવ દિવસની ઓળી ચેત્ર તેમજ આસો માસમાં
આવે છે જે બે ઋતુઓનો સંધિકાળ છે જે દરમ્યાન આરોગ્યમાં
ફેરફાર થાય છે. (૧૦) ઉપવાસ કરવાથી દેહશુદ્ધિ થાય છે. કારણ તેની શરૂઆત આગલા
દિવસની સાંજથી થાય છે, સમાપ્તિ બીજા દિવસની સવારે થાય છે એટલે કે પૂરા ૩૬ કલાકનો ઉપવાસ હોય છે. માત્ર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી ઉકાળેલું પાણી પીવાથી આંતરિક ઘન કચરાનો નિકાલ થાય છે. શરીરમાં વધેલ કફ, પિત્ત, વાયુનું ઉત્સર્જન થાય છે. કૃમિ વ.ને ખોરાક ન મળવાથી સ્વયં બહાર નીકળી જાય છે માટે મહિનામાં ૧-૨ ઉપવાસ કરવા જરૂરી છે. આમ, આહાર દ્વારા વિચાર પર
અસર પડે છે. વિચારશુદ્ધિ થાય છે. (૨) વિહાર સંબંધી નિયમો : (Relaxation) (૧) ઊંઘ સ્વાથ્ય માટે આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે. પણ અનિદ્રા
અને અતિનિદ્રાથી બચવાનું છે. સંયમિત નિદ્રા લેવાની છે અતિનિદ્રાથી તમોગુણની વૃદ્ધિ થાય છે તેમજ આયુષ્ય ઘટે છે. કારણ ઊંઘમાં શ્વાસની સંખ્યા વધી જાય છે એથી જીવનશક્તિ ઓછી થાય છે અને
'૧૧૯. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org