Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો (શરીર, વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરે...)
- ડૉ. રેણુકા પોરવાલ
(બી.એસ.સી., એલ.એલ.બી., પીએચ.ડી. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ એક અધ્યયન વિષય પર પીએચ.ડી. કરેલ છે. ડીપ્લોમા ઈન જૈનોલોજી કરી રહ્યા છે. જૈનજગત સામાયિકના હિન્દી વિભાગના સંપાદિકા છે.)
વિષય પરિચય ઃ
જૈનદર્શનવિજ્ઞાન અને ધર્મ બંનેનો સુભગ સમન્વય છે. એ
સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. એની પરંપરામાં વિજ્ઞાનના સિદ્ધાંતોના સ્પષ્ટરૂપે દર્શન થાય છે જેમકે પાણી ફીલ્ટર કરી ઉકાળીને જ પીવું. રાત્રી ભોજન વાસી ભોજનનો નિષેધ, કંદમૂળ અને માંસાહારનો સર્વથા ત્યાગ, પાણી, વનસ્પતિ જેવા કુદરતી સ્રોતોનો મર્યાદિત ઉપયોગ, અષ્ટમી ચતુર્દશીના દિવસે વ્રત ઉપવાસ પ્રતિક્રમણ વગેરે અનેક નિયમોમાં વૈજ્ઞાનિક રહસ્યોતથ્યો-સમાયેલાં છે. આ નિયમો અને સિદ્ધાંત માનવીના આરોગ્યની જાળવણી માટે અને વાતાવરણમાં પર્યાવરણની સમતુલા માટે પરિપૂર્ણ છે.
જૈનદર્શનમાં ધ્યાન, સાધના, યોગ, યંત્ર-મંત્ર વિદ્યાને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે બ્રહ્માંડના અનેક ગૂઢાર્થ યોગ, ધ્યાન અને અધ્યાત્મ સાધનાને વધુ મહત્ત્વ આપે છે. કારણકે એમાં નૈસર્ગિક ઉપચારશક્તિ Natural hilling power સમાયેલી છે.
આજના, માનવ સમક્ષ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત અનેક
૧૨૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org