Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અંશે તે દુષિત વિચારધારા છે;) ઉદાહરણથી સમજીએ. મુનિ માટે ક્રોધ એક અવગુણ છે તો રાજા માટે તે સદ્ગુણ છે કારણ કે ક્રોધ વિનાના રાજાના રાજ્યમાં દાંડતત્ત્વો વધી જાય. તેમને દબાવીને પ્રજાને અભય બક્ષવા રાજામાં ક્રોધ-દંડશક્તિ હોવા જ જોઈએ તે તેનો સ્થાનધર્મ-સ્વધર્મ છે. એ રીતે મુનિ અને ગૃહસ્થ બન્ને મોક્ષના એક રાહ પર ભલે હોય પરંતુ બન્નેના સ્થાનધર્મ જુદા જુદા હોવાથી, ઘણી બાબતોમાં તેમના સ્વધર્મ અલગ પડી જાય છે. દા.ત. ગૃહસ્થ માટે માતાપિતા પ્રત્યક્ષ પરમાત્મારવરૂપ છે. ભાઈ-બહેનનો નિર્મળપ્રેમ-રક્ષાબંધનની ભાવના. તો મુનિની દષ્ટિએ કહેવાય કે માતાપિતા, ભાઈ-બહેન સહુ વાર્થના સગા છે. કોઈ કોઈનું નથી. મુનિધર્મમાં કહેવાય કે પુષ્પપાંખડી જ્યાં દુભાય ત્યાં જિનવરની નહિ આજ્ઞા તો ગૃહસ્થને માટે કહેવાય કે ખેતી એક યા છે. આનંદ આદિ મહાન શ્રાવકો મોટા કૃષિકાર પણ હતા. આને વિગતથી સમજીએ તો મુનિ સરંભ પરિત્યાગી હોવાથી, સ્થૂળ હિંસાથી પણ વધુમાં વધુ દૂર રહેવાના આદેશરૂપે કહી દીધું કે પુષ્પ-પાંખડી પણ ન દુભાય તેવું જીવન એ જ તેનો અહિંસાધર્મ પરંતુ ગૃહસ્થ માટે તો વધુમાં વધુ આરંભવાળી-હિંસાવાળી-ખેતી પણ તેનો અહિંસાધર્મ છે. ભગવાન મહાવીરના આનંદ વગેરે ૧૧ મહાન શ્રાવકોને વિશાળ ખેતી હતી. અને તેમાં જ ગૃહસ્થનો સ્થાનધર્મ હોઈ, ખેતી તેમનો અહિંસા ધર્મ હતો. સંક્ષેપમાં જેનશાસ્ત્ર આરંભ સમારંભ-હિંસાસ્થળક્રિયામાં નહિ પણ મનની મૂર્છામાં રહ્યો છે તેમ માને છે આ વાત ગૃહસ્થ બરાબર સમજી લે તો ગૃહસ્થ ખેતીનો સ્વધર્મ છોડ્યા વિના પણ સર્વ આરંભ-સમારંભના ત્યાગ જેવું મુનિ ધર્મના ફળને મેળવી શકે છે.
જેમ દૂધ શ્રેષ્ઠ ખોરાક હોવા છતાં અમુક રોગવાળાને તે ઝેર સમાન હાનિકર્તા હોઈ શકે તેમ મુનિધર્મ શ્રેષ્ઠ હોવા છતાં જેનાં વતી શ્રાવકજીવનના ઠેકાણા નથી તેવા ગૃહસ્થ માટે તો મુનિધર્મની અહિંસા કે આરંભસમારંભના ત્યાગનું વ્રત કે તેવો ઉપદેશ, તેમના માટે ઊલટો ઝેર સમાન નુકસાનકારક નીવડી શકે. તેમને માટે તો હમણાં ગૃહસ્થ ધર્મ જ સ્વધર્મ કે
જ્ઞાનધારા
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org