Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તો હિસાબF
– મલુકચંદ રતિલાલ શાહ, અમદાવાદ, (અમદાવાદની બી.ડી. આર્ટ્સ કૉલેજના પૂર્વ પ્રાધ્યાપક, દેશવિદેશમાં જૈનધર્મનાં પ્રચાર માટે અનેક પ્રવચનો આપ્યાં છે. છ પુસ્તકો પ્રગટ થયાં છે – તો બ્રહ્મચર્ય સરળ છે લોકપ્રિય પુસ્તક છે, જૈન ધર્મના વિવિધ વિષયો પર તેમના લેખો અવારનવાર પ્રગટ થાય છે. વિશ્વ વાત્સલ્યના તંત્રી મંડળમાં છે.)
અહિંસા ધર્મના પ્રતિપાદનમાં બધાં એકમત - તેનાં કારણો :
અહિંસાનું પ્રતિપાદન સર્વધર્મોમાં જોવા મળે છે. અન્ય બાબતોમાં વિભિન્ન દષ્ટિબિંદુ ધરાવતા ધર્મસંપ્રદાયો કે મહાપુરુષો અહિંસાની બાબતમાં તો એકમતી જ ઘરાવે છે. અને આમ બને તે સ્વાભાવિક છે કારણ કે કોઈપણ દષ્ટિબિંદુથી અહિંસા જ પરમધર્મ એવા મંતવ્ય પર પહોંચી જવાય છે. કઈ રીતે તે જોઈએ. આત્મા કે જીવસંબંધમાં બધા ધર્મોની વિચારશ્રેણી મુખ્યત્વે બે પ્રકારમાં સમાવેશ પામે છે. (૧) કેટલાક ધર્મસંપ્રદાય એમ માને છે કે એક જ પરમતત્ત્વ-બ્રહ્મ આ જગતમાં વિલસી રહ્યો છે. હું તું તે એમ ભિન્ન ભિન્ન જીવો કે દૈત તે માત્ર અજ્ઞાનથી માયાથી જણાય છે. જેમ સૂર્ય એક જ છે પરંતુ પાણીના હજારો ખાબોચિયામાં તે હજારો સૂર્યરૂપે પ્રતિબિંબિત થાય છે તેમ આ વિવિધ જીવો જુદા જુદા જણાય છે પરંતુ ભેદ મિથ્યા છે; વાસ્તવમાં એક જ તત્ત્વ છે તેથી અન્યની હિંસા તે પોતાની જ હિંસા થઈ. એ રીતે તેમાંથી અહિંસાનો ધર્મ પ્રાપ્ત થાય છે.
જ્ઞાનધારા
૧૧૧)
જેનાસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org