Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રેષ્ઠધર્મ સમજી શકાય. આમ સર્વત્ર વિવેકથી જ અહિંસાધર્મ કે ધર્મતત્ત્વનો નિર્ણય તારવવાની જૈનધર્મને શીખ આપે છે.
હિંસાની ઉત્પત્તિમાં કારણ ઃ આમ તો શાસ્ત્ર હિંસાની ઉત્પત્તિનું મૂળભૂત કારણ સૂત્રરૂપે સંક્ષેપમાં જણાવતા કહે છે કે :
अप्रादुर्भावः खलु रागादीनाम् भवत्य हिंसति । तेषामेवोत्पति हिंसेति जिनागमस्य संक्षेप : । ।
એટલે કે રાગાદિની ઉત્પત્તિ ન થવી તે જ અહિંસા અને તેની (રાગાદિની) ઉત્પત્તિ તે જ હિંસા. એટલે કે હિંસાનું કારણ વ્યક્તિમાં રાગાદિ રહ્યા છે તેથી તેનાથી હિંસા થઈ જાય છે. (વીતરાગમાં હિંસા જન્મતી નથી. વીતરાગ અહિંસક હોય છે. આ સૂત્રરૂપ વિધાનને વિગતથી સમજીએ તો હિંસાની ઉત્પત્તિના, હિંસામાં પ્રવૃત્ત થઈ જવામાં નીચેનાં કારણ હોય છે :
(૧) વેરવૃત્તિ (૨) ધન, મિલકત આદિના સ્વાર્થી હેતુથી (૩) અજ્ઞાનતાથી જેમ કે દેરાસરમાં પણ રેશમી વસ્ત્રો પહેરીને પૂજા કરે કેમકે તેને ખબર જ નથી કે કીડાઓને મારીને આવાં વસ્ત્રો બને છે. (૪) હિંસાના ફળથી પીડા ભોગવવી પડશે. એ કર્મ સિદ્ધાંતને માનતો નહિ હોવાથી ચિંતા વિના હિંસાચાર કરે છે. (૫) બેદરકારીથી, ઊઠતા બેસતા ઉપયોગપૂર્વક નહિ જીવવાથી, ક્રિયામાં હિંસા થઈ જાય. (૬) રસલોલુપતા કે શોખ-જેમકે જીભના સ્વાદને વશ બની માંસાહાર કરે. વાઘ, સિંહ જેવા પ્રાણીઓના શિકાર કરવાનો શોખ હિંસામાં પ્રેરે.
અહિંસાના આધારમાં દૃઢ બનવાના ઉપાય : (૧) હિંસામાં રહેલા દોષોનું દર્શન કરવાથી અહિંસામાં સ્થિર થવાનું બળ મળે છે. (૨) મૈત્રી આદિ ચાર ભાવનાઓનું તેમજ બાર અનુપ્રેક્ષાનું ચિંતન, અહિંસાના આધારમાં વેગ લાવે છે.
ગૃહસ્થજીવનમાં અમુક અનિવાર્ય હિંસા
જેમ દેહનિભાવ માટે અમુક હિંસા અનિવાર્ય છે તેમ ગૃહસ્થ જીવનમાં પણ અહિંસાની મર્યાદા રહે છે. તેને માટે અમુક હિંસા અનિવાર્ય હોય છે.
૧૧૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org