Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈન ધર્મમાં માનવસેવા, જીવદ્યા અને રાષ્ટ્રચિંતન
(‘અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ' વિષયમાં પીએચ.ડી. કરેલ છે. ૩૫ વર્ષ અધ્યાપન કાર્ય કરી નિવૃત્ત થયા છે.)
જૈન ધર્મના તીર્થંકરોએ સતત વિહાર કરી માનવજીવનની પીડા નજીકથી જોઈ છે. ને માનવનાં દર્દ પિછાન્યા છે. મનુષ્ય હૃદયની સૌથી નજીક છે. તીર્થંકરોનાં ચરિત્રો પ્રેરણાદાયી ને મહિમાપૂર્ણ છે. તેઓએ માનવ, પશુ, પંખી, વનસ્પતિ સૌ પ્રત્યે કરુણા વહાવી છે ને તેઓએ આપેલી દેશનામાં પણ સતત સેવાધર્મને પ્રબોધ્યો છે. ને આ ત્યારે જ શક્ય બને, જ્યારે આપણે સૌને આત્મવત્ માનીએ. સેવા જીવનશૈલી બની જવી જોઈએ.
જીવદયા સંદર્ભે ભગવાન મહાવીર કહે છે.
જ્ઞાનધારા
- ડૉ. ભાનુમતી શાહ
-
जीववहो, उष्पवहो, जीवदया अप्पणोदया
ता सव्वजीव हिंसा, परिचत्ता अत्तकामेहि
જીવનો વધ પોતાનો વધ છે. જીવદયા પોતાની જ દયા છે. તેથી આત્મ - હિતેષી પુરુષોએ દરેક પ્રકારની જીવહિંસાનો ત્યાગ કર્યો છે.
જીવદયા એ જાહેરાત કરવાની કે અહંકાર પોષવાની વસ્તુ નથી. એનું ઝરણું તો અંદરથી સતત દ્રવવું જોઈએ.
“જેની પાસે આંસુ છે કૃતજ્ઞતાનાં, કલ્પાંતના કે કરુણાનાં, એ આત્માને માટે કર્મનિર્જરા સુગમ છે. સમાધિ સુલભ છે. સુસંસ્કારોનું આધાન સહજ છે.’’
Jain Education International
૧૦૮
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org