Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કે પ્રાણિધર્મ બની જાય છે. આ ભાવનામાં પરસ્પર પ્રીતિ, સહકાર અને સહુના ઉન્નયનની ભાવના પ્રમુખ હોય છે.
અહિંસા જ્યારે પરસ્પર પ્રેમના પ્રતીક રૂપે ઉપસે છે તો સ્યાદ્વાદ પરસ્પરના ભાવોને સમજવાના ગુણને વિકસિત કરે છે. આ સ્યાદ્વાદ જ માણસનો સાચો મિત્ર બનાવે છે અને જ્યારે પરસ્પર સમજુતિ કે વૈચારિક સભાનતા જાગે છે ત્યારે હિંસા, જૂઠ કે પરદ્રવ્યહરણની ભાવના નષ્ટ થાય છે. ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્'ની ભાવના પ્રગટે છે. હકિકતમાં આ ભાવનાનો વિકાસ જ વિશ્વશાંતિ લાવી શકે છે અને યુદ્ધ તથા તિરસ્કાર રોકી શકે છે.
જયારે ધર્મ અહિંસાની વાત કરે છે ત્યારે તે માત્ર કોઈને મારવાની વાત કરતો નથી પણ સહુની રક્ષાની વાત કરે છે. જૈનધર્મ તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પ્રાણીઓના કલ્યાણની વાત કરે છે. સહુને સરખા ગણી તેમના રક્ષાની વાત કરે છે. જીવદયા તે જ ધર્મનું મૂળ માને છે. ‘સર્વે ભવન્તુ સુખિનઃ' આ ભાવનાનો હાર્દ છે. આવી જ રીતે આત્મકલ્યાણ કરતા-કરતા રાષ્ટ્રધર્મને મહત્ત્વપૂર્ણ ગણે છે. કારણકે રાષ્ટ્રધર્મ પણ ધર્મ છે. તેના વિકાસ અને રક્ષણની જવાબદારી ધર્મની જ છે. આ રીતે ધર્મ સહુના કલ્યાણની વાત કરી કલ્યાણકારી રાષ્ટ્રની તરફેણ કરે છે. આવા ધર્મનો વિકાસ તે જ સાચી ધર્મનિષ્ઠા છે.
જ્ઞાનધારા
Jain Education International
૧૦૭
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org