Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જોઇએ. યુવાનોને આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ આર્થિક સહાય આપવી. જેથી મધ્યમ વર્ગના યુવાનોને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા મળે.
ધર્મની વાત કરવાની હોય ત્યારે તેના કેન્દ્રમાં ધર્મગુરુ હોય એ સ્વાભાવિક છે. હવે સમય પાકી ગયો છે કે ધર્મગુરુઓએ પરંપરાગત શૈલીને ત્યજીને યુવાનોની બુદ્ધિને તેમની જિજ્ઞાસાવૃત્તિને સંતોષે તેવા પ્રકારે ધર્મનું જ્ઞાન આપવું. તેમની સાથે વ્યાખ્યાન પદ્ધતિથી નહિ પણ સહજ રીતે વાતો કરતા હોય તે રીતે, ગુરુત્વમાં પણ મિત્રભાવ રાખી તેમની નજીક જવા આકર્ષવા અને ધર્માભિમુખ બનાવવાનો પ્રયત્ન કરવો. ધર્મના તત્વોની વાત ‘સુગર કોટેડ’ પીલ્સ આપતા હોય તે રીતે કરવી.
વર્તમાનકાળમાં જૈન ધર્મનો પ્રભાવ ઓછો થતો જાય છે. ભારતમાં અને ભારત બહાર સર્વત્ર ઓછો થયો છે. જૈનોની સંખ્યા ઘટીને એક કરોડની થઈ ગઈ છે.
વર્તમાનમાં જૈન ધર્મનો સર્વાંગી પ્રચાર કરવાનો સમય પાકી ગયો છે. પ્રચાર કરીશું તો પ્રસાર થશે. દેશકાળની બદલાતી પરિસ્થિતિ વચ્ચે અને અન્ય ધર્મોના આક્રમણ સામે જૈન ધર્મને ટકાવી રાખવાની ફરજ આપણી એટલે કે ચતુર્વિધ સંઘની છે.
જૈન ધર્મના પ્રચારની વાત કરતાં પહેલાં એટલું કહેવાનું કે સૌ પ્રથમ તો જૈન ધર્મને ઉપાશ્રય અને રસોડામાંથી મુક્ત કરવો. બીજું જૈન ધર્મ શુષ્ક છે, કઠિન છે અને માત્ર આત્મ કલ્યાણ માટે જ છે એવો ભ્રમ છે તેને દૂર કરવો જોઇએ.
વર્તમાનયુગ એ પ્રચાર માધ્યમનો યુગ છે. આંખ મીંચીને ઉઘાડીએ એટલી પળોમાં વિશ્વભરમાં પહોંચી શકાય છે. ટી.વી. રેડિયો, કોમ્પ્યુટર વગેરે દ્વારા.
વર્તમાનપત્રો દ્વારા જૈન ધર્મનો પ્રચાર કરવા માટે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં પ્રગટ થતા પત્રોમાં નીચેની વિગતોને સરળ વાણીમાં પ્રચાર કરવો.
(૧) જૈનધર્મની કથાઓને અર્વાચીન સંદર્ભે રજૂ કરી પાંચ અણુવ્રતોની સમજ પરોક્ષ રીતે આપવી.
જ્ઞાનધારા
Jain Education International
66
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org