Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જમીનદારોના દેવાના ત્રાસમાંથી ઘણા ખેડૂતોને છોડવ્યા છે. સ્ત્રીઓ તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર થતા અત્યાચારો આદિ ઘણા પ્રશ્નો હલ કરવાનો સભ્યપ્રયાસ કર્યો છે.
માંસ, મચ્છી, અભક્ષ્યનું સેવન તથા દારૂ મદિરાના પાન કરતાં ઘણા લોકોને ઘણા સાધુ ભગવંતો પચ્ચખાણ આપી આજીવન છોડાવ્યા છે.
આ વિચારણામાં બે મત છે રૂઢિચુસ્ત સમાજ જૈન સાધુઓએ ફક્ત આત્મકલ્યાણની જ પ્રવૃત્તિઓ કરવી, કરાવવી અને કરનારને પ્રોત્સાહિત કરવાની હોવી જોઈએ. સામાજિક સુધારા કરવાનું શ્રાવકો પર જ છોડવું જોઈએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું શુદ્ધ પાલન સાધુ ભગવંતોને સમાજ સેવાની પરવાનગી આપતું નથી.
જ્યારે અન્ય વર્ગ જૈન સાધુઓનું સમાજનું જ એક અંગ માની પોતાના કર્તવ્ય સમાજ પ્રત્યે પણ છે તેમ માને છે. જૈન તીર્થંકરો આદિ જ્ઞાની ભગવંતોએ સાધુત્વ સ્વીકારવા બાદ સમાજથી પોતાની જાતને વેગળી જ કરી નાખવી જોઈએ એવું ક્યાંય કહ્યું નથી હા, સમાજમાં થતી રાગદ્વેષથી વૃત્તિથી પોતે છેટા રહેવું પણ સામાજિક પ્રશ્નોથી મુખ ફેરવી લેવું તેવું ક્યાંય કહેલું નથી તે કાર્ય અદા કરતા તેઓએ એ જાગૃતિ અવશ્ય રાખવી જોઈએ કે સામાજિક કાવાદાવા, નાણાનો વહીવટ, અન્ય રાગદ્વેષ ધરાવતી પ્રવૃતિ તરફ ખેંચાય ન જાય.
જૈન સંત દીક્ષા અંગીકાર કર્યા બાદ કુટુંબના મટી વિશાળ સમાજનો એક અંશ બની જાય છે. જ્યારે સંસારમાં હતા ત્યારે કૌટુંબિક વર્તુળમાં જ હતા. જ્યારે કુટુંબ છોડી સંયમ અંગીકાર કરે છે ત્યારે તે આ વર્તુળમાંથી બહાર નીકળી સમગ્ર સમાજ, સમગ્ર દેશ તથા સમગ્ર માનવજાતિના તારણહાર બની જાય છે. ત્યાગ અને સંયમની આ જ મહત્તા છે. સ્વના બાહ્ય અને અત્યંતર પરિગ્રહો તજી વિશ્વના દિપક સમાન થઈ જાય છે.
કર્મ બંધ રાગદ્વેષથી જ થાય છે. કોઈપણ પ્રકારની સ્વાર્થવૃત્તિ ન હોય તેવા સંતો રાગદ્વેષ રહિત જે સામાજિક પ્રવૃતિઓ કરે છે. તેમાં કર્મબંધ તો
જ્ઞાનધારા
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
૯૨
For Private & Personal Use Only
www.jainelibrary.org