Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તેમને થતો નથી. પરંતુ પુણ્યબંધ ધર્મપ્રવૃત્તિ અવશ્ય થાય છે. આચારાંગ સૂત્રમાં પણ આવા કાર્યો ન કરવા તેવું ક્યાંય લખાણ આવતું નથી. ગીતામાં પણ તેવું કર્મ અકર્મ જ લેખાય છે તેમ કહ્યું છે.
ભગવાન આદિનાથે તો ઘણી સામાજિક પ્રવૃતિઓ કરી હતી. જેમાં પ્રજાજનોને ખેતી કરવાનું, રાંધવાનું, ઘર બનાવવાનું, અગ્નિ પ્રગટાવવું, શસ્ત્રો બનાવવાનું, હુનરોદ્યોગ કરવાનું, ગ્રામ અને નગર વસાવવાનું, લગ્ન સંસ્થા સ્થાપી કેમ તેને જાળવવી, આપણા સામાજિક સંબંધો કેવા હોવા જોઈએ? ફરજો શું છે? મરેલાઓના નિકાલ સંબંધી વિધિ પણ શીખવી હતી, શૈક્ષણિક ક્ષેત્રે બ્રાહ્મીલિપિ પણ શિખવાડી. આ તમામ પ્રવૃત્તિઓ સામાજિક સુધારણા માટેની જ હતી.
જો દીક્ષા લીધા બાદ સમાજથી વેગળા જ થઈ જાવ તો રાગદ્વેષથી મુક્ત થઈ ગયા કહેવાતા નથી. સમાજની વચ્ચે રહી ધાર્મિક અને સામાજિક પ્રવૃતિ કરતાં રાગદ્વેષ ન થાય તો જાણી શકાય કે તે રાગદ્વેષથી મુક્ત થઈ ગયા છે અથવા થઈ રહ્યા છે. સંઘર્ષને જ ત્યાગી દો, તો સંઘર્ષ મુક્ત થઈ ગયા છો તે જાણી શકાય. માટે સંસાર વચ્ચે જ રહી, સામાજિક પ્રવૃત્તિઓ પણ કરતાં રહી. આત્મસન્મુખ બનતા જાયને રાગદ્વેષથી મુક્ત થતા જાય છે તેમ કહી શકાય.
જો સ્થિતપ્રજ્ઞ પેઠે વર્તો, પછી સંસારી કે સંન્યાસી હોય, માર્ગ સાચો છે તેમ કહેવાય. સ્થિતપ્રજ્ઞ એટલે મન અને બુદ્ધિથી સ્થિર.
સ્થાનાંગ સૂત્રમાં આત્માર્થીસંતોને પણ દશધર્મની સાથે ગ્રામ્યધર્મ, કુળધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, ગણધર્મ, સંઘ ધર્મ, સૂત્રધર્મ, વ્રત ધર્મ, ચારિત્ર ધર્મ અને વિશ્વધર્મ પણ કહ્યો છે. આ દશે ધર્મો એકબીજાથી ચડિયાતા ક્રમે છે. અને તે દ્વારા સમગ્ર માનવજાતને એક અને અવિભાજ્ય બનાવી સમગ્ર જીવ સૃષ્ટિની સેવામાં તીર્થકર ભગવંતોએ સંઘની સ્થાપના કરી છે.
પ્રભુએ કહ્યું “પહેલાં મનુષ્ય ધર્મ પછી જ ઈતરધર્મને સ્થાન મળી
જ્ઞાનધારા
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org