Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
યુવાનોને ધર્માભિમુખ કરવા અને જૈન ધર્મના . પ્રસાર પ્રચાર માટેના ઉપાયો અને કાર્યક્રમો
(પંડિત કવિ વીરવિજયજી પર મહાનિબંધ લખ્યો છે. યશોભૂમિ સ્મારક ચંદ્રક વિજેતા અઢી વર્ષ અમેરિકાનો શૈક્ષિણક અને સાંસ્કૃતિક પ્રવાસ કરેલ છે.
નેમિ વિવાહલો, કવિરાજ દીપ વિજય અને જૈન સાહિત્યની ગઝલો વ. નું સંપાદન કરેલ છે હળવા નિબંધોનું લેખન કાર્ય કરેલ છે.)
-
યુવાન એ રાષ્ટ્ર અને ધર્મની અણમોલ સંપત્તિ છે. યુવાનોને રચનાત્મક માર્ગે કાર્યરત કરવા માટે વિવિધ ક્ષેત્રો છે તેમાં ધર્મ પણ સહાયતાનું ક્ષેત્ર છે. તરવરિયા યુવાનો જીવન માટે સમર્પણશીલ બને તો ધર્મમાં પણ આ ભાવના થાય તો આત્માનો અવશ્ય ઉદ્ધાર થાય. યુવાન સત્ય, નીતિ, પ્રમાણિકતા, ન્યાય અને સિદ્ધાંતને વરેલો છે પણ સમાજ, ધર્મ અને રાષ્ટ્રની નેતાગીરીમાં આચાર અને વિચારની એકસૂત્રતા નહિ હોવાથી તેના મનમાં ક્ષોભ થાય છે અને જીવનની ગાડી આડા પાટે ચઢી જાય છે ત્યારે ધર્મ દ્વારા એમના જીવનને સન્માર્ગે વાળી શકાય છે. યુવાનો ધર્મ વિમુખ નથી પણ ધર્માભિમુખ થવા માટેની પરંપરાગત રીતિ સામે વિરોધ કરે છે.
Jain Education International
ડૉ. કવિન શાહ
ધર્માભિમુખ માટેના ઉપાયો
૧. પરંપરાગત ધર્મના અંધ અનુકરણને બદલે શાસ્ત્રીય આધારથી યુવાનોને જ્ઞાન આપવું જોઇએ.
જ્ઞાનધારા
૭૯
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org