Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભાવના છે, સેવા એક મહાન તપ છે, જેમાં અમોઘ શક્તિ છે. જે જીવનનું શુભત્વ છે, મંગલમય સદ્ગુણ છે. સેવામાં સ્વાર્થ નથી, પરમાર્થ ભાવના બની રહે છે. તેના આચરણથી માનવપ્રેમ, આત્મીયતા, એકદિલી અને માનવવ્યવહારોનો સંબંધ ગાઢ બને છે. સેવા કાર્ય તો તીર્થ છે જેથી દેવત્વ ઉદ્ભવે છે. નિસ્વાર્થ ભાવે સેવા કરનાર લૌકિક પ્રેમ મેળવીને સૃષ્ટિને વજન બનાવી પરમાત્માને પ્રસન્ન કરી શકે છે. સહકાર, સહાય-મદદ, માર્ગદર્શન, સલાહ, પ્રેરણાસ્ત્રોત, પરોપકાર એ સેવાનું સ્વરૂપ છે. તો માનવસેવાના ભગીરથ કાર્યમાં કંઈક સંકલ્પ કરી આચરણમાં મૂકીએ.
(૧) કોઈકને બેઠો કરવાની શુભ સંકલ્પબદ્ધતા કરીએ, કોઈકની કાખઘોડી બનવાનો શુભ સંકલ્પ કરીએ.
(૨) કોઈકની લાચારીને વહારે ચઢવાનો સંકલ્પ, કોઈક અશ્રુ વહાવતા દુઃખની બેબસ આંખોની વેદના લુછવાનો સંકલ્પ. . (૩) કોઈક અંધજન, અપંગ, નિરાધારની ટેકણ લાકડી બનવાનો સંકલ્પ.
(૪) વયોવૃદ્ધ, અશક્ત અને લાચાર માબાપની સેવા કરવાનો સંકલ્પ.
(૫) સમાનધર્મી તે સાધર્મિક, તેની પ્રેમપૂર્વક, કોઈપણ પૌગલિક સ્વાર્થવૃત્તિ રાખ્યા વગર ભક્તિ કરવી તેનું નામ વાત્સલ્ય. પુત્ર પ્રત્યે માબાપને જે પ્રેમ હોય તે વાત્સલ્ય. સાધર્મિક ભાઇઓને આર્થિક સહાય આપી નિર્બળ બનાવવાના નથી પરંતુ પગભર ઉભા રહી શકે તેવી ધંધા રોજગારીની ઉત્તમ તકો આપવાનો સંકલ્પ. મધ્યમવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક પ્રતિકુળતા હોય તો શિક્ષણ કાર્યમાં સહાય અને ઉચ્ચ અભ્યાસ અર્થે લોન, સ્કોલરશીપ વગેરે આપવાનું ધ્યેય રાખવું. સાધર્મિકતા તો ધર્મનો આધાર છે. આ સંકલ્પને દઢ મનોબળથી રવીકારી દુઃખમાંથી ડૂબતા વધર્મીને ઉગારી લેવો અને ધર્મમાં સ્થિર કરવો એ જ સાચી સેવા છે. એ જ બધા ધર્મનો સાર છે. સકારાત્મક દૃષ્ટિકોણથી સંકલ્પ કરીએ.
(૬) જૈનશાળા, જ્ઞાનદાતા શિક્ષક શિક્ષિકા, તેમજ બાળકોને ધર્મના
જ્ઞાનધારા
८४
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org