Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અહિંસા અને અભયની ભાવના સમજીને આચારવાની જરૂર છે. આવશ્યકતા છે. ઈચ્છા, ભોગ અને સુવિધાવાદી દૃષ્ટિકોણે હિંસાને પ્રોત્સાહન આપેલ છે અને સાથે પર્યાવરણના સંતુલનને નષ્ટ કર્યું છે.
રેશમી વસ્ત્રો, સૌંદર્યપ્રસાધનો, ખાવાની ચીજ માટે માનવી પ્રાણી પ્રત્યે નિષ્ઠુર, હિંસક બની જુલમ ગુજારે છે. પ્રાણીઓ બચાવો અને શાકાહારને વેગ આપવો જોઇએ. મૂંગી વેદનાને વાચા આપવા કમર કસવી પડશે. જૈનધર્મમાં રાષ્ટ્રચિંતન : (વ્યક્તિ અને સમાજના પરિપ્રેક્ષ્યમાં)
માનવસેવા અને જીવદયાના ભગીરથ કાર્ય માટે ઉદારતાથી દાન અપાય તો આર્થિક ભંડોળ સક્ષમ થાય અને તેમાંથી વિવિધ પ્રવૃત્તિઓને વેગ મળે. મળેલા દાનની રકમના સદ્ઉપયોગથી સાધર્મિક ભાઈઓને અનાજ, વસ્ત્ર, મેડીકલ સહાય, તેમના તેજસ્વી બાળકોને અભ્યાસમાં મદદ, રહેવા માટે ઘર, વેપાર માટે લોન વગેરે ખૂબ જ સરળતાથી મળે. ગામેગામ જૈન સમાજ દ્વારા ધાર્મિક, જૈન શિક્ષણ મળે. દેશ પરદેશ જૈનધર્મના સંશોધન પ્રવૃત્તિને વેગ મળે. વિદ્વાનો, ચિંતકો અને અન્યધર્મીને જૈનધર્મની સવિશેષ માહિતી મળે. અનુકંપાની દૃષ્ટિએ કોઈપણ ધર્મના લોકોને ઉદારતાથી સહાય કરી શકીએ. આપણો ધ્યેય (Milestone) એવો હોવો જોઈએ કે ભૂતકાળમાં થયેલા જગડુશા શેઠ જેવા દાનવીર બનીને સમાજની દરેક વ્યક્તિને મદદ કરી શકીએ જેથી સાધર્મિક બંધુઓની સમાજની અને પરંપરાએ સમસ્ત રાષ્ટ્રની ઉન્નતિ થાય.
વિશ્વભરના મનોવૈજ્ઞાનિકોએ કહ્યું છે, માતા જ પોતાના સંતાનોમાં સ્થિર અને દઢ આદર્શ સંસ્કારોનું બીજારોપણ કરવા શક્તિમાન છે. બાળપણથી જૈનત્વના દઢ સંસ્કારોનું સીંચન કરવાનું અત્યંત આવશ્યક છે બાળકોના સંસ્કારોથી ઘરનું વાતાવરણ સુવાસિત બનશે. ઘરમાં સવાર સાંજ નવકાર મંત્રના જાપ અને પ્રાર્થનાથી ગૂંજતું રહેશે. ખાનપાન અને વ્યવહાર જૈન ધર્મને અનુરૂપ રહેશે અને જૈનત્વના સુસંસ્કારો સારાય જીવન દરમિયાન
જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org