Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વિહારકાળમાં થતી કસોટીઓમાંથી પાર ઉતરતી વેળાએ થતો કર્મક્ષયનો આનંદ, તે ઘટનાઓ પોતાની સંવેદના સહિત પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવી.
બ્રાહ્મમુહૂર્ત થતાં સ્વાધ્યાય, મંત્રજાપ, સાધનાઓ, ઈન્દ્રિયવિજયોથી થતો હર્ષોલ્લાસ અને દરેક કષ્ટસાધ્ય ક્ષણે અનુભવાતો પરમાત્માની કૃપાનો વરસાદ વગેરે (સ્વયંશિસ્તને બાકાત રાખીને) ફક્ત ધર્મની જયગાથા વર્ણવવા પૂરતા અને યુવાનોને સંયમમાર્ગે અભિમુખ કરવા તે સ્વાનુભવો નિરાસક્તપણે વહેંચી શકાય.
પોતે જે માર્ગ લે છે તે માર્ગે જ અંતિમ, અફર અને વીતરાગીપણું પ્રાપ્ત કરવાનો એકમાત્ર મુક્તિ માર્ગ છે તેની અનુભવ ઝાંખી શ્રમણો જો શ્રાવકોને કરાવશે અને કહેશે કે આ માર્ગ એ કલ્યાણ કલ્પતરૂનું અવષ્ય બીજ છે, સંસારરૂપી હિમગિરિનાં શિખરોને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે અને સમ્યકત્વ રત્નને ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરણી છે તો નિર્વિક્તપણે વિશુદ્ધ એવા વિમળ જૈનધર્મ ઉપર યુવાનો સહિત સહુને બહુમાનવૃદ્ધિ થશે જ તે વાત નિઃશંક છે.
(૬) ગર્ભસંસ્કાર અને માતૃભવનો ગર્ભાધાન પૂર્વે પણ એક યોજના વિચારી શકાય ?
જૈન આગમોમાંથી ઉદ્ભૂત કરેલ જ્યોતિષશાસ્ત્રોનો વિધિવત્ સાંગોપાંગ અભ્યાસ જે પ્રાણજનોએ કરેલ હોય તેમની પાસે જઈ, સંઘના પ્રણેતાઓએ દિપાવલી પૂર્વે જ હવેનાં નવા વર્ષમાં આવતાં એવા મુહૂર્તોની માંગણી કરવી
જ્યારે મહત્તમ ગ્રહો ઉચ્ચનાં, વિગ્રહી કે મિત્રત્રી હોય. પછી બેસતાં વર્ષથી તે મુહૂર્તોની ક્રમવાર સૂચિ સંઘની પેઢીમાં સચવાય. તે સૂચિ મેળવીને રસ ધરાવનાર દંપતી ઉત્તમ પ્રજોત્પતિ માટે તદ્દનુસાર પુરુષાર્થ આદરે. આમ ચ્યવન અને જન્મકાળનાં મુહૂર્તો જો શ્રેષ્ઠ રાખી શકાય તો તે સંતતિ અચૂક ધર્મપ્રવર્તક થાય.
જ્ઞાનધારા
૭૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org