Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જીવંત શિલ્પવિદ્યારૂપ જૈન તીર્થયાત્રાની વિડીયો કોમ્પેક્ટ ડીસ્ક, જે થોડી હાલમાં ઉપલબ્ધ છે તથા બીજી સુંદર રીતે બધાં જ તીર્થો આવરાઈ જાય તે રીતે તૈયાર કરાવી, દરેક ઉપાશ્રયોમાં સાથે બેસીને સમૂહયાત્રા કરવાનું પણ વિચારી શકાય. તીર્થાટને જતાં જીવહિંસા કરવી જ પડે છે, પરંતુ કર્મક્ષયનું નિમિત્ત હોવાથી જેમ ક્ષમ્ય છે, તે જ નિયમ આમાં પણ ચિત લાગુ પાડી શકાય.
(૩) ‘જ્ઞાનમહોચ્યો' તૈયાર કરવા માટે દસ મહાવિધાલયોની સ્થાપના
ભારતની જુદી જુદી જગ્યાઓએ, એક સાથે એક્સો યુવાનોનો સમાવેશ થાય તે રીતે, પંડિતવર્યો તૈયાર થઈ શકે તે હેતુથી દસ મહાવિદ્યાલયોની સ્થાપના કરવી. જેમાં પાંચ વર્ષનો સુસંયોજિત અભ્યાસક્રમ નિયત કરી, અનુસ્નાતક કક્ષાએ ને વ્યવસ્થિત ધોરણે નિવાસી યુવાનોને તૈયાર કરવામાં આવે.
આજના વિદ્યુતવર્યો અભ્યાસક્રમ બનાવવા અંગેની સેવા આપી શકે ઉપરાંત અભ્યાસક્રમ મુજબનાં પાઠ્યપુસ્તકો બનાવવામાં મદદ કરે. શરૂમાં વિંચતા આવશ્યકતા લાગે તો સ્વયં શ્રમણો ત્યાં ભણાવવા, અભ્યાસ કરાવવા, તત્વ સમજાવવા, રુચિ સ્થિર કરાવવા જઈ શકે.
જૈન સિદ્ધાંતો, સંસ્કૃતિ અને આચાર વિચારની રક્ષા કાજે આટલું કરવાથી આજથી પાંચમાં વર્ષના અંતથી દર વર્ષે ૧૦૦૦ પંડિતો ભારતભરમાંથી તૈયાર થઈને બહાર નીકળે અને ભારતનાં ને વિદેશનાં દરેક સંઘો તે પંડિતોને તેમનાં પરિવાર સહ પોતાનામાં સમાવી લે, અને સદેવનાં તેમનાં જીવનનિર્વાહની પૂર્ણ જવાબદારી લઈ લે.
બારમા ધોરણ પછી જેમ IAS, ડૉક્ટર્સ કે એન્જિનિયર્સ થવા માટે આજનાં યુવાનોમાં હોડ લાગે છે તેમ આ યોજના મુજબ જો વિચારાય તો, ભાવિ નિશ્ચિત થઈ જવાની બાહેંધરી મળવાથી, આજના યુવાનો સાચી ને
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org