Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
યુવાનોને ધર્માભિમુખ કરવાનાં અને જૈનધર્મના પ્રસાર માટેનાં ઉપાયો ને કાર્યક્રમો
કે
કાર્યક્રમો
પ્રચાર
(શોધપત્ર એવું વિચારમંથન શ્રીમતી ભારતી દિપક મહેતા, રાજકોટ)
જૈનધર્મના અભ્યાસુ ભારતી બહેનને સંગીત અને સાહિત્યમાં રસ છે. અખંડ આનંદ ફૂલછાબ નવનીત વ. મેગેઝીનોમાં લેખો પ્રગટ થાય છે.
સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. તથા એમ.ફીલ.ના વિધાર્થીઓને ભણાવે છે.
(૧) શ્રદ્ધાનો ઉદ્ગમ
યુવાનોના કલ્યાણમિત્ર બનીને સૌ પ્રથમ તો તેમને દેહ અને આત્માની વિભિન્નતા, દેહની નશ્વરતા, આત્માની શાશ્વતતા, દસ દૃષ્ટાંતે દોહ્યલાં એવા આ માનુષભવની પ્રાપ્તિની મહાદુષ્કરતા, પૂર્વજન્મોને પૂનર્જન્મોની પરંપરાના કારણરૂપ વિષયકષાયોને કારણે થતાં કર્મબંધનોની કઠોરતા, તે ભવભ્રમણોને નિવારવાનાં પંચાચાર શુદ્ધિનાં અમોઘ ઉપાયો રૂપ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીભાષિત ધર્મરૂપ ચાર શરણાંની આવશ્યકતા અને મોક્ષપ્રાપ્તિની અનિવાર્યતા : આટલાં પાયારૂપ મૂળ સત્યો સમજાય અને સ્વીકારય તેટલી શ્રદ્ધા આપણે યુવાનોમાં ઉત્પન્ન કરવી જ રહી.
એ શ્રદ્ધા ઉત્પન્ન કરાવવા યુવાનોને મુખ્યત્વે ત્રણ વસ્તુ સમજાવવી પડશે. (૧) અરિહંતોની અનંત, લોકોત્તર, નિષ્કારણ કરૂણા અને તેમની ‘સવિ જીવ કરું શાસન રસી’ની ઉત્કૃષ્ટ ભાવના.
(૨) એ અરિહંતોની અધ્યાત્મયોગનાં ગૂઢ રહસ્યોથી ભરેલ લોકાલોક પ્રકાશક વાણીને આગમોમાં ગ્રંથસ્થ કરનાર એવા ગણધરોની અચિંત્ય
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org