Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પાયે કર્યું છે. તેમના ધર્મગુરુઓ જાતે સક્રિયપણે તેમાં જોડાયા છે. જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે પણ આ માર્ગ ઉપકારક છે. માનવ સેવાને પ્રાધાન્ય First Preference આપવાથી જૈન ધર્મનો પ્રચાર તો થશે જ પરંતુ અનેક જૈનેતરોમાં તેનો પ્રસાર પણ વધશે જ.
યુવાવર્ગને શ્રદ્ધાની વાતો જેટલી અપીલ કરે છે તેના કરતાં બુદ્ધિની વાતો વધારે અપીલ કરે છે. માત્ર ધર્મશાસ્ત્રોને Quote કરી ‘વાવા વર્ષન પ્રમાળમ્' કહેવાનું હવે નહિ ચાલે.
ભારત સરકાર તરફથી હાલ જૈનોને Religious Minority ‘ધાર્મિક લઘુમતિ'નો દરજ્જો મળ્યો છે. જે શિક્ષણમાં જૈનધર્મનો અભ્યાસ કરાવવામાં સરળતા કરી આપે છે.
જૈન અગ્રણીઓ, સાધુસંતો અને ખાસ કરીને પૂજ્ય આચાર્ય ભગવંતો ‘ધાર્મિક લઘુમતિ’ના દરજ્જાનો અભ્યાસ કરી તેનાથી મળતા બધા શૈક્ષણિક લાભોનો અમલ કરે તો જૈન ધર્મનો પ્રચાર પ્રસાર ખૂબ વધશે. જૈન મેનેજમેન્ટની, તપોવન સ્વરૂપની, આવાસી શાળાઓ વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે જૈન સંસ્કાર અને જૈનધર્મનો ઊંડો પરિચય કરાવી શકે તેમ છે. હાલ આપણે ત્યાં માત્ર ત્રણ જ તપોવન છે. આપણી પાસે ૩૦૦ તપોવન શરૂ કરવાની ક્ષમતા છે. તો જ્યારે ‘ધાર્મિક લઘુમતિ’નો દરજ્જો મળ્યો છે ત્યારે convent schools ની જેમ જૈન સ્કૂલો પણ શરૂ કરી શકાય. તેથી પણ જૈન ધર્મના પ્રચાર અને પ્રસારને ભારે વેગ મળશે.
આ યુગ ઇલેક્ટ્રોનિક મીડિયાનો છે. તેના દ્વારા કોઈ પણ વાત લાખો લોકો સુધી અસરકારક રીતે પહોંચે છે. પ્રચાર પ્રસાર માટેનું તે ઉત્તમ સાધન છે. અત્યંત શક્તિશાળી સાધન છે. આજે ધાર્મિક ચેનલો પણ લોકપ્રિય બની રહી છે. ત્યારે ‘જૈન ચૈનલ' રાષ્ટ્રીય તખ્તા પર શરૂ કરાવવાથી જૈનધર્મનો પ્રચાર-પ્રસાર તો થશે જ. સાથે સાથે જૈનેતરોમાં પ્રવર્તતી જૈન ધર્મ વિષેની ગેર સમજણો પણ દૂર થઈ શકશે. આ કાર્ય અઘરૂં અને ભારે ખર્ચાળ હોવાથી અઠવાડિયામાં એકાદ બે કલાકથી શરૂઆત થઈ શકે.
જૈન ધર્મને હૈયે રાખીને જૈન ધર્મીઓ સક્રિય રાજકારણમાં ઝંપલાવે
જ્ઞાનધારા
Jain Education International
૬૪
For Private & Personal Use Only
-
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org