Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
છે. ધર્મનો પ્રચાર-જૈનધર્મનો પ્રચાર અહિંસક માર્ગે જ થવો જોઈએ એમાં બેમત નથી.
દાન પ્રવૃત્તિથી સહુ કોઈને લાભ થાય એ જરૂરી છે પરંતુ એ માટે કોઈપણ પ્રકારની ધર્મવિમુખ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી ન શકાય. આચારપ્રધાન જૈનધર્મની જરા પણ ઉપેક્ષા કરવાની નથી પરંતુ દ્રવ્યથી ક્ષેત્રથી-કાળથી અને ભાવથી પૂરી વિચારણા કરી માનવસેવાનાં વિવિધ કાર્યો હાથ ધરવાની અનિવાર્ય જરૂર છે. અને તો જ વીતરાગ પરમાત્મા મહાવીરના સંદેશને આપણે યથાર્થ રીતે સમજ્યા છીએ તેમ કહી શકાય. કરૂણા સાગર ભગવાન મહાવીરની કરૂણા આપણા સૌના સમજણમાં વિવેક લાવે અને આપણે સાચા ‘જૈન’ બનીએ એવી શુભ ભાવના.
જ્ઞાનધારા
Jain Education International
૫૭
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org