Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અને જન્મ સફળ બને છે એવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તરવા માટેનું સંસારના પરિભ્રમણથી મુક્ત થવા માટેનું એક સરસ અવલંબન વૈયાવચ્ચ છેસેવા છે.
ચાર મુખ્ય ભાવનામાં ‘મૈત્રી ભાવના’નો સીધો સંબંધ માનવ સેવા સાથે છે. ‘શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે' એવું ઇચ્છનાર સેવાને જ પ્રાધાન્ય આપે એ હકીકત છે. કોઈ પણને સાતા પમાડવા માટે સેવા એ સરળ માધ્યમ છે અને સેવા અનેક રીતે થઈ શકે છે. પોતાને અને અન્યને ઉપકારક થઈ પડે એવી સેવા ભાવનાને દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં અવશ્ય સ્થાન આપવું જોઈએ. માત્ર માનવીની જ નહીં, જગતના જીવમાત્રની સેવા પ્રવૃત્તિથી આખા વિશ્વની જીવસૃષ્ટિ સાથે મૈત્રીનો મંગલ તાર બંધાશે અને અનેક સાત્ત્વિક ભાવથી સભર બની આ માનવજીવન ધન્ય કર્યોનો અનેરો આનંદ મેળવી શકાશે.
કર્મસિદ્ધાંત અને માનવસેવા : એક ખૂબ જ રસપ્રદ મુદ્દો છે. દરેક વ્યક્તિ એના કર્મ અનુસાર સુખદુ:ખ ભોગવે છે અને કર્મના ઉદયે અનેક પ્રકારની તકલીફો ભોગવે છે. આવી વ્યક્તિની સેવા કરવાથી શો લાભ?
જૈનદર્શન આ બાબતમાં ખૂબ સ્પષ્ટ છે. એણે ભલે કર્મ અનુસાર પીડા ભોગવવી પડે પણ એની પીડામાં સાતા પહોંચાડવાથી, એના દુઃખમાં સહભાગી થવાથી એની વૈયાવચ્ચ કરવાથી-સેવા કરવાથી ખૂબ પુણ્ય મળે છે અને પુણ્યસંચય કરવાથી, સેવા કરનારનાં કર્મો ખપે છે. કર્મને પાતળા પાડવા માટેનો, કર્મની તીવ્રતાથી બચવાનો અને પછીનો જન્મ સુખકારી બનાવવાનો સહેલો ઉપાય માનવસેવા છે.
જૈન ધર્મમાં સેવા કરતાં દાનને વિશેષ મહત્ત્વ મળ્યું છે. દાનના અનેક પ્રકાર મળી આવે છે અને આપણે એ જાણીએ છીએ કે આખા વિશ્વમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં એ દાનપ્રવૃત્તિ અવશ્ય કરશે જ. વિદેશમાં વસવાટ કરીને સ્થિર થયેલા જેનો પોતાના વતનમાં અને દેશમાં કરોડો રૂપિયાનું દાન દર વર્ષે કરે જ છે અને દેશમાં રહેલા જૈનો પણ દાનપ્રવૃત્તિ
૧૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org