Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દેશ-વિદેશમાં આ દિશામાં ભિન્નભિન્ન પ્રયોગો થઈ રહ્યા છે તે ખરેખર આવકાર્ય છે. દરરોજ નહીં તો સપ્તાહમાં એક બે દિવસ નિયમિત રીતે બાળકો પાઠશાળામાં આવે. કુટુંબના વડીલો - માતાપિતા આ બાળકોના વહેવારિક શાળાકીય શિક્ષણમાં જેટલો રસ લે છે તેટલો જ રસ આ શિક્ષણમાં લેવાનું આરંભે તો સરસ પરિણામ મળે.
પાઠશાળામાં જ્ઞાનદાન આપનાર શિક્ષક-શિક્ષિકાઓ જ્ઞાનદાતાઓને ઉત્તમ પ્રકારની તાલીમ આપવામાં આવે, યોગ્ય વેતન આપવામાં આવે, એનું યથા સમયે ગૌરવ કરવામાં આવે એ જરુરી છે. ઉપરાંત, પાઠશાળાનાં ધાર્મિક પુસ્તકના પ્રકાશનમાં પણ આધુનિક દષ્ટિબિંદુને કેન્દ્રમાં રાખી, પ્રથમ નજરે જ આંખને ગમી જાય તેવાં પુસ્તકોનું શક્ય હોય ત્યાં ચિત્રો મૂકીને પ્રકાશન કરવામાં આવે તો ખૂબ આવકાર્ય બની જાય. પાઠશાળાના ઉપક્રમે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાય તો પણ બાળકોને ગમશે. તીર્થદર્શન, સંતસતીજીના દર્શન, પ્રકૃતિદર્શન વગેરેને કેન્દ્રમાં રાખી પ્રવાસનું આયોજન કરી
શકાય.
આજની મોટી સમસ્યા પાઠશાળાનાં બાળકોને યુવાનોને પણ ભાષાના માધ્યમની છે અર્થાત્ સંસ્કૃત કે પ્રાકૃત ન સમજાય તે સ્વાભાવિક છે પણ માતૃભાષા પણ ન સમજાય એટલે કે માતૃભાષામાં પ્રકાશિત થતાં પુસ્તકો પણ એને માટે ઉપયોગી ન થાય. કોમ્યુટર અને ઈન્ટરનેટના આ યુગમાં અને આંતરરાષ્ટ્રીય સંપર્ક માટે પણ અંગ્રેજી ભાષા અનિવાર્ય બનતી જાય છે. તેથી આપણી પાઠશાળાનાં તેમજ અન્ય જ્ઞાનનાં પુસ્તકોનું પ્રકાશન અંગ્રેજીમાં થાય એ આજના યુગની માંગ છે અને તેનો સ્વીકાર કરી લેવામાં તો કંઈ જ ગુમાવવાનું નથી. આજની યુવાપેઢીને રસપ્રદ થઈ પડે તેવી અંગ્રેજી ભાષાશૈલીમાં ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન થાય તે અનિવાર્ય છે.
સંત-સતીજીનાં પ્રવચનો, ચાતુર્માસ અને પર્યુષણ પર્વનાં પ્રવચનો થાય છે જ. વીતરાગની આશામાં વિચરતા સંત-સતીજીને માટે સ્વાધ્યાય અને પ્રવચન એમનું દૈનિક કર્તવ્ય છે. આપણા યુવાનોને આકર્ષી શકે તેવા સંતસતીઓજી બધા જ ફિરકામાં છે અને આપણે સૌએ અનુભવ્યું પણ છે કે વીતરાગ વાણીનાં રહસ્યોને જોરદાર સરળ આકર્ષક શૈલીમાં રજૂ કરનાર
જ્ઞાનધારા
૬૦.
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org