Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વર્ષ
:
છે
, ;]
W
LA,
, જૈન દર્શનમાં માનવસેવા
- ડૉ. બિપિન દોશી (મુંબઈ યુનિ. ના જૈનોલોજી કોર્સના મુખ્ય સંયોજક, દેશવિદેશમાં જૈનધર્મ પર અનેક સેમિનારમાં ભાગ લીધો છે, વિરાયતન દ્વારા ચાલતા જૈનધર્મના અભ્યાસક્રમના કાર્ય સાથે સંકળાયેલા છે.)
જેનધર્મમાં માનવધર્મની-માનવસેવાની વિગત સ્પષ્ટપણે દર્શાવી છે ખરી? વિશ્વકલ્યાણમાં અપાર રસ ધરાવનાર અને તે અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરનાર જૈન મુનિરાજો અને શ્રાવકો - અર્થાત્ ચતુર્વિધ સંઘ રોજિંદી ધર્મપ્રવૃત્તિની સાથે માનવસેવાની પ્રવૃત્તિને સભાનપણે કરે છે?
અનુકંપા અને સ્વ-પર કલ્યાણની વિગતો સાથેનાં અનેક ઉદાહરણો મળી આવે છે તેથી સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક જેનના હૈયે માનવસેવા વસેલી છે. દરેક જેન યથાશક્તિ લોકસેવા-માનવસેવાની પ્રવૃત્તિ સાથે જોડાવા ઇચ્છે છે. સર્વજનહિતાય-સર્વજનસુખાય એવી પ્રવૃત્તિ કરી શકે એવી દરેક જેનની ઇચ્છા હોય છે. કોઈ પણ દુઃખી માનવીનું દુઃખ દૂર કરવા માટે સહાય કરવી જોઈએ. 8ષભદેવના પૂર્વજન્મમાં એક સાધુના શરીરમાં કીડા પડ્યા હતા- થઈ ગયા હતા તેને દૂર કરવાનો તેની સારવાર કરવાનો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ અહિંસક રીતે એ સાધુને સાતા ઉપજાવવામાં આવી હતી.
તીર્થકરોની દેશનામાં માનવસેવા-જનસેવાને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. વૈયાવચ્ચ જેવા ઊંચ તપમાં પણ અન્યની સેવાને પ્રાધાન્ય આપ્યું છે. તપસ્વીની ગુરુની-વડીલની અને અન્યની સેવા કરવાથી લાભ થાય છે
જ્ઞાનધારા
૫૪
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org