Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
એનામાં ધર્મ તરફ ઉપેક્ષાભાવ જગાવે છે. કોઈ તિથિનો ઝઘડો હોય કે કોઈ વિચાર કે વાદનો ઝઘડો હોય ત્યારે એ ઝઘડાને ચગાવવામાં પાછું વાળીને જોવામાં આવતું નથી. આને પરિણામે યુવામાનસ પર એક પ્રકારની નકારાત્મક અસર ઊભી થાય છે. કોઈ મંત્ર સવારે ગણવો કે સાંજે ગણવો કે પછી સંવત્સરી ચોથે કરવી કે પાંચમે કરવી એવો પ્રશ્ન ક્યારેક ધર્મનો પ્રાણપ્રશ્ન બની જતો લાગે છે અને એમાં પ્રશ્નનો સ્વસ્થ ઉકેલ શોધવાની દિશામાં જવાને બદલે અહમની ટકરામણ અને વાકયુદ્ધ જોવા મળે છે. આથી મતભેદોની ખાઈ ખોદવાને બદલે પરસ્પર વચ્ચે સંવાદનો સેતુ રચવો જોઈએ. એકાંત આગ્રહ છોડીને અનેકાંત દષ્ટિએ જોવું જોઈએ.
જૈન ધર્મ પાસે જેવો ભવ્ય ઇતિહાસ છે એવું ઊંડું તત્ત્વજ્ઞાન છે. આ બંને બાબતો યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવે તો આજના યુવાનને આકર્ષ્યા વિના રહે નહિ. ભગવાન ઋષભદેવની વાત કરતાં એ દર્શાવવું જોઈએ કે જગતમાં પહેલી વાર કોઈ આશ્રમ કે પોતાની પત્ની સાથે રહીને સંન્યસ્ત પાળવાને બદલે નિરંતર પરિભ્રમણ, અખંડ ધ્યાનસાધના, ઉત્કૃષ્ટ તપોમયતા અને પ્રતિપળ વાધ્યાયથી જગતને વિરલ ત્યાગ બતાવ્યો. અરે! જૈન ધર્મમાં તીર્થકરની જે વિભાવના છે એ વિભાવના જગતમાં ક્યાંય જડતી નથી. આ બધી તત્ત્વલક્ષી વિશેષતાઓ દર્શાવવામાં આવે તો યુવાનને આ ધર્મની ગહનતાનો સ્પર્શ થાય અને ક્રમશઃ એનું જીવન એ ભાવનાઓથી ઉજમાળ બને. આમ યુવાનોને ધર્માભિમુખ બનાવવા માટે જૈન ઇતિહાસ, જૈન તત્ત્વજ્ઞાન અને જેને વિચારશૈલી આપી શકાય. હજી એથીયે આગળ વધીને વિચારીએ તો મહાવીર સ્વામીએ આચારધર્મની વાત કરી. માત્ર વિચારમાં ધર્મ રહે તે પૂરતું નથી. ઘર્મનો માપદંડ તો આચાર છે. આ જૈન આચારોની પાછળ રહેલું વિજ્ઞાન અને અધ્યાત્મ શોધવું જોઈએ. આચાર્ય મહાપ્રજ્ઞજીએ જેન ક્રિયાઓ કઈ રીતે શરીરની કઈ કઈ ગ્રંથિને જાગ્રત અને પ્રવાહી કરે છે તેનું વિજ્ઞાન આપ્યું છે. આમ ક્રિયા પાછળની ભાવના અને વિજ્ઞાન - એ બંને જો આજના યુવક સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે તો આજનો યુવક એને આચારમાં જરૂર ઉતારશે. આજે શ્રીમદ્ ભગવદ્ગીતાનો
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org