Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો
– સતીષ શાહ (સતીશ શાહ રાજકોટ સ્થિત રીટાયર્ડ ઈલેક્ટ્રીકલ એજીનિયર છે જૈન ધર્મના અભ્યાસુ છે.)
આજના સાંપ્રતકાળમાં યુવાનોને ધર્માભિમુખ થવા માટેનો વિચાર અત્યંત મહત્ત્વનો છે. જિંદગીની જુદી જુદી અવસ્થાઓ પૈકી યુવાવસ્થા ધર્મ પામવા માટેની યોગ્ય અને ઉત્તમ અવસ્થા છે, કારણકે કિશોર અવસ્થામાં સમજણનો અભાવ હોય છે અને વૃદ્ધાવસ્થામાં શક્તિનો અભાવ હોય છે. યુવાવસ્થા દરમ્યાન અનેક પરંપરાગત માન્યતાઓ યુવાનોના મગજ પર આરૂઢ થઈ ગયેલ હોય છે કે ધર્માભિમુખ થવા માટે કેટલેક અંશે અવરોધરૂપ બને છે.
યુવાનોને ધર્માભિમુખ કરવા માટેનો વિચાર અને પ્રયાસ પરોક્ષપણે એવો સંકેત આપે છે કે યુવાનો ધર્મથી વિમુખ છે, એમ પણ કહી શકાય કે ધર્મના માર્ગે નથી. આ પરિસ્થિતિ માટેનાં કારણો વિષે ઉંડાણથી નિષ્પક્ષપણે વિચારીએ તો, મા-બાપ, વડીલો, આગેવાનો, શ્રેષ્ઠીઓ વગેરેની જીવનશૈલીમાં ધર્મનું પ્રતિબિંબ દશ્યમાન નહીં થવાની બાબત મુખ્ય કારણભૂત રહે છે.
આજના યુગમાં યુવાનોમાં ઘણા પ્રમાણમાં સમજશક્તિ રહેલી જોવા મળે છે. આજે ઈન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસ ક્ષેત્રે - કોમ્યુટર, ટીવી, મોબાઈલ વગેરેના ઉપયોગ તરફ યુવાનો આપોઆપ આકર્ષાયા છે. આ
જ્ઞાનધારા
૩૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org