Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈન, એકતા, સંગઠન અને સંવાદિતા
– ધનલક્ષ્મીબેન બદાણી (ધનલક્ષ્મીબેન બઘણી એમ.એ. નાગપુર - ઘણાં મેગેઝીન અને વર્તમાન પત્રોમાં જૈનધર્મ અને શાકાહાર વિષયક લેખો લખે છે.)
વિશ્વના પ્રમુખ ધર્મોમાં જૈનધર્મ એક અલ્પસંખ્યક ધર્મ છે. પરંતુ પોતાની અહિંસક વૃત્તિને કારણે જે-સમાજ સુખી સંપન્ન દેખાય છે. તથા તેની દયા તથા અહિંસાને લીધે જ પૂરું વિશ્વ જૈનધર્મને સન્માનીય દૃષ્ટિથી નિરખે છે. એટલે જ કોઈ પણ નવું કતલખાનું અથવા જીવ - હિંસાના કાર્ય થાય તો જૈન-સમાજ ખળભળી ઊઠશે, આંદોલન થશે, તીવ્ર વિરોધ થશે તેવો ભય સરકાર તથા રાષ્ટ્રને હોવો જોઇએ. આવું જૈન-સમાજમાં એકતાના તીવ્ર તાર હોય તો જ ભારતમાં લોહીની જગ્યાએ દૂધની ગંગા વહેતી થાય. જૈનોની વસતી કે ઉપાશ્રય મંદિર પાસે કોઈ પણ જીવહત્યાના દર્શન ન થાય. ટી.વી.માં વંદા કે મચ્છર મારવાની દવાના પ્રચારનો કડક નિષેધ હોય.
ભગવાન મહાવીરે તો “વસુધૈવ કુટુમ્બકમની ભાવના વ્યક્ત કરી છે. સ્યાદ્વાદની સાથે પૂરા વિશ્વની સાથે મૈત્રીનો સંદેશ પાઠવ્યો છે.
આપણા સંતોને યુવા વર્ગ અંકલ કહીને સ્કૂટરમાં બેસવાનું કહે છે. આજે ઈસાઈ ધર્મ પ્રથમ નંબર પર છે. લઘુમતીના નામે જ્યારે ઈદ તથા મહાવીર જયંતિ એક જ દિવસે આવી ત્યારે તેમના માટે સ્પેશ્યલ ગૌહત્યા તથા બકરા હત્યાની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે પણ જેન-સમાજની ભાવનાની દરકાર સરકારે ન કરી. લઘુમતી કહી. મારનાર મોટો કે
(જ્ઞાનધારા)
૨૯)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org