Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્યારે કોઈ સંત સતી માર્ગથી વિચલિત થશે તો કેવી રીતે ભજવશો? ૯૦ ટકા આપણે, શ્રાવકો જ સંત-સતીની સાધનામાં વિરાધક થઈએ છીએ. ગોચરી, પાણી, કપડાં કે અન્ય પરિગ્રહ તેમને સૂઝતા તથા કલપતા જ વહોરાવવા જોઇએ. આપણે જ વહોરાવીએ, પછી આપણે જ નિંદા કરી કર્મ બાંધીએ? જો શ્રાવક-વર્ગ શાસ્ત્રનું જ્ઞાન રાખતા હશે, તો તેમની સાધનામાં સહાયક થઇ તેમને તારશે અને કોઈ સાધુ સાધ્વી સંયમમાં ચલિત થાય અથવા મર્યાદાનું ઉલ્લંઘન કરે ત્યારે પેપરબાજી ન કરતા પદાધિકારી પાંચ જ વ્યક્તિ અથવા પ્રેસિડેન્ટ સેક્રેટરી પ્રાઈવેટમાં જઈ તેમને સમજાવો. બને ત્યાં સુધી તેના ગુરુ કે ગુરૂણીને પણ ખબર ન પડે. તેની મુહપત્તી ઉતારવાની ઉતાવળ ન કરવી.
આના સંગઠન સંવાદિતાના માટે શ્રાવક-શ્રાવિકા વર્ગ પણ સાધુ વર્ગની મર્યાદા તથા શ્રાવક મર્યાદાનું ધ્યાન રાખવું જોઇએ. રાતના સાધુ પાસે બહેનો તથા સતીઓ પાસે શ્રાવકોએ બેસવું ન જોઇએ. બહેનોએ મર્યાદાશીલ પોષાકમાં સ્થાનકમાં જવું જોઇએ. નકામા ગપ્પા ન મારતા ધાર્મિક ચર્ચા કરવી, સામાયિક પ્રતિક્રમણ તથા થોકડા શીખવા. બપોરના સમયે અથવા રવિવારે જવું જોઇએ. રવિવારે શિબિર રાખવી જોઇએ.
જેન સમાજનો સંયુક્ત જમણવાર સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવો જોઇએ. જેમાં આપણા જૈન બાળકો પોતાની પ્રતિભા દર્શાવી શકે. તથા યુવાવર્ગ કલબમાં જતા અટકે. જૈન-સંસ્કૃતિમાં જેન-ઘરમાં પાછા આવે. આ વધું જૈન એકતા સંગઠન સંવાદિતા માટે આજના યુગની આવશ્યકતા છે
જ્યારે રાષ્ટ્રો દુશમન-દેશો નજીક આવી રહ્યા છે, ત્યારે જેનો એક જેન - મહાસંઘની છત્રછાયામાં એકત્ર થઈ, જૈન ધર્મને વિશ્વ-ધર્મ બનાવી છે. કારણ કે જૈન-ધર્મમાં જ વિશ્વધર્મ બનવાની ૧૦૦ ટકા શક્યતા છે.
શાનધારા
૩૩
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org