Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઝરણું વહેતું થાય. આજે જ્યારે આપણો યુવાવર્ગ શાકાહાર છોડી માંસાહાર તરફ વળી રહ્યો છે. ત્યારે પશ્ચિમના લોકો માંસાહાર છોડી શાકાહારી બની રહ્યાં છે.
જૈનધર્મ સંયમ અને ત્યાગનો ધર્મ છે. આજના યુવાનને સંયમ અને ત્યાગ તરફ વાળવા માટે સૌ પ્રથમ પોતે કોણ છે? તેની ઓળખ આપવી જોઈએ. પોતે એટલે આ શરીર નહીં પણ શરીરની અંદર રહેલો આત્મા. આત્માની ઓળખથી શરૂઆત કરવી જોઈએ. આત્મા શું છે? આત્મા કેવો છે? આત્માનું સ્વરૂપ કેવું છે? આત્મામાં રહેલા અગાધજ્ઞાન પ્રત્યેની જાગરુક્તા તેમની સમક્ષ દર્શાવવી જોઈએ. આત્મામાં રહેલાં બળ દ્વારા શું અને કેવાં મહાન કાર્યો થઈ શકે છે તેની સમજણ ઉદાહરણો દ્વારા આપવી અતિ આવશ્યક છે. જો આત્મામાં રહેલી અનંતશક્તિ પ્રત્યે આપણે સજાગ બનીએ તો આપણે કંઈક પામી શકીએ. આત્માના અનંત ગુણોનું વર્ણન થયેલું આપણા ગ્રંથોમાં જોવા મળે છે. તે ગુણો પ્રત્યે તેઓનું ધ્યાન આકર્ષિત કરવું જોઈએ. આત્મા પર લાગેલાં કર્મોના આવરણને કેવી રીતે મલરહિત કરીને આત્મા તેનું નિજ-નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરી શકે તેની પ્રક્રિયા સમજાવવી જોઈએ. આત્મા પર છવાયેલાં કર્મો રૂપી અંધકારને જ્ઞાનરૂપી દીપક વડે કેવી રીતે દેદીપ્યમાન, પ્રકાશમાન બનાવી શકાય તે સમજાવવું જોઈએ. આત્મા પર ગમે તેટલાં કર્મનાં પડળો છવાયેલાં હોય પણ આત્મા પોતાના નિર્મળ સ્વરૂપને સ્વભાવને છોડતો નથી. જેવી રીતે અન્ય પદાર્થો પોતાના સ્વભાવને છોડતાં નથી તેવી રીતે. દા.ત. પાણી. પાણીનો સ્વભાવ ઠંડક આપવાનો છે. દાવાનળ પ્રગટ્યો હોય અને તેના પર ગરમ પાણીનો છંટકાવ કરવામાં આવે તો તે દાવાનળને વધુ પ્રજવલિત નહીં કરે પરંતુ તેને તે શાંત જ કરશે. કારણ પાણીનો, ગુણ જ ઠંડક આપવાનો છે. તેવી રીતે આત્માનો ગુણ પણ પ્રકાશિત થવાનો છે. જ્ઞાન મેળવવાનો છે. કર્મોની નિર્જરા કરી “જ્ઞાન સર્જર વારિત્રા મોલમઃ ” આ રત્નત્રયીની પ્રાપ્તિ કરી ત્રણેય લોકનાં ત્રિકાળજ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય. અર્થાત્
જ્ઞાનધારા
૩૫.
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org